Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શ્વાસ ચેક કરવાને બહાને બ્રજ ભૂષણ કરતો હતો છાતીને સ્પર્શ, મહિલા રેસલર્સે લગાવ્યો સંગીન આરોપ

રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના વડા બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ જંતર-મંતર ખાતે કુસ્તીબાજો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. દિલ્હી પોલીસે બ્રિજ ભૂષણ વિરુદ્ધ બે FIR નોંધી છે, જેમાંથી એક POCSO એક્ટ હેઠળ નોંધવામાં આવી છે. આ FIRમાં મહિલા રેસલર્સે WFI...
શ્વાસ ચેક કરવાને બહાને બ્રજ ભૂષણ કરતો હતો છાતીને સ્પર્શ  મહિલા રેસલર્સે લગાવ્યો સંગીન આરોપ
Advertisement

રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના વડા બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ જંતર-મંતર ખાતે કુસ્તીબાજો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. દિલ્હી પોલીસે બ્રિજ ભૂષણ વિરુદ્ધ બે FIR નોંધી છે, જેમાંથી એક POCSO એક્ટ હેઠળ નોંધવામાં આવી છે. આ FIRમાં મહિલા રેસલર્સે WFI પ્રમુખ પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા છે. આ આરોપોમાં જાતીય સતામણી, દુર્વ્યવહાર, અયોગ્ય સ્પર્શ અને શારીરિક સંપર્કનો સમાવેશ થાય છે.

7માંથી 2 મહિલા રેસલર્સે ઘણી વખત જાતીય સતામણી હોવાની વાત કરી

Advertisement

એક જાણીતા અખબારના અહેવાલ અનુસાર મહિલા કુસ્તીબાજોએ તેમની ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમને વોર્મ-અપ, ટૂર્નામેન્ટ અને WFI ઓફિસમાં જાતીય સતામણીનો સામનો કરવો પડ્યો હતો. પોલીસને આપેલી ફરિયાદમાં 7માંથી 2 મહિલા રેસલર્સે ઘણી વખત જાતીય સતામણી હોવાની વાત કરી છે.

Advertisement

બ્રિજ ભૂષણના પ્રભાવ અને તેમની કારકિર્દી પર અસરને લઇ મૌન રહ્યાનું કહ્યું 

આ બંને મહિલા કુસ્તીબાજોનો આરોપ છે કે બ્રિજભૂષણ શરણ સિંહે તેમને ખોટી રીતે સ્પર્શ કર્યો અને શ્વાસ પરીક્ષણના બહાને તેમનું યૌન શોષણ કર્યું હતું. આ મહિલા કુસ્તીબાજોએ વધુમાં જણાવ્યું હતું કે WFI ચીફ તરીકે બ્રિજ ભૂષણના પ્રભાવ અને તેમની કારકિર્દી પર તેની અસરને કારણે તેઓએ અગાઉ આ અંગે મોં ખોલ્યું ન હતું.

એક મહિલા રેસલરે બ્રિજ ભૂષણ પર 5 વખત યૌન શોષણનો આરોપ લગાવ્યો છે

એક મહિલા રેસલરે બ્રિજ ભૂષણ પર 5 વખત યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. આરોપ મુજબ, 2016માં એક રેસ્ટોરન્ટમાં ટૂર્નામેન્ટ દરમિયાન બ્રિજ ભૂષણ શરણ સિંહે એક મહિલા રેસલરને બોલાવીને તેના પેટ અને છાતીને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો હતો. મહિલા રેસલરે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે આ ઘટના બાદ તે ઉંઘી શકતી ન હતી, ખાઈ શકતી ન હતી અને ડિપ્રેશનનો શિકાર બની હતી.

વર્ષ 2019માં ફરી એક ટુર્નામેન્ટ દરમિયાન અયોગ્ય રીતે સ્પર્શ 

વધુ ફરિયાદમાં આ મહિલા કુસ્તીબાજએ કહ્યું કે, વર્ષ 2019માં ફરી એક ટુર્નામેન્ટ દરમિયાન બ્રિજભૂષણે તેના પેટ અને છાતીને સ્પર્શ કર્યો હતો. આ પછી તેણે તેના અશોક રોડ સ્થિત ઘરે પણ તેને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો હતો. મહિલાએ ફરિયાદમાં એવો પણ આરોપ લગાવ્યો છે કે બ્રિજ ભૂષણે પહેલા દિવસે તેના ખભા અને જાંઘને સ્પર્શ કર્યો હતો. બીજા દિવસે પેટ અને છાતીને સ્પર્શ કર્યો, તેણે કહ્યું કે તેણે શ્વાસની તપાસ કરવાની વાત કહીને આ રીતે શોષણ કર્યુ હતું

Tags :
Advertisement

.

×