Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

DCW : દિલ્હી મહિલા આયોગમાંથી 223 કર્મચારીઓની હકાલપટ્ટી, જાણો શું છે કારણ...

દિલ્હીના LG વીકે સક્સેનાએ દિલ્હી મહિલા આયોગના કર્મચારીઓ સામે મોટી કાર્યવાહી કરી છે. LG વીકે સક્સેનાના આદેશ પર દિલ્હી મહિલા આયોગના 223 કર્મચારીઓને તાત્કાલિક અસરથી બરતરફ કરવામાં આવ્યા છે. આરોપ છે કે દિલ્હી મહિલા આયોગના તત્કાલીન અધ્યક્ષ સ્વાતિ માલીવાલે નિયમોની...
dcw   દિલ્હી મહિલા આયોગમાંથી 223 કર્મચારીઓની હકાલપટ્ટી  જાણો શું છે કારણ
Advertisement

દિલ્હીના LG વીકે સક્સેનાએ દિલ્હી મહિલા આયોગના કર્મચારીઓ સામે મોટી કાર્યવાહી કરી છે. LG વીકે સક્સેનાના આદેશ પર દિલ્હી મહિલા આયોગના 223 કર્મચારીઓને તાત્કાલિક અસરથી બરતરફ કરવામાં આવ્યા છે. આરોપ છે કે દિલ્હી મહિલા આયોગના તત્કાલીન અધ્યક્ષ સ્વાતિ માલીવાલે નિયમોની વિરુદ્ધ જઈને પરવાનગી વિના તેમની નિમણૂક કરી હતી.

DCW એક્ટનો ઉલ્લેખ કરવામાં આવ્યો...

Advertisement

LG ના આદેશમાં DCW એક્ટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં આયોગમાં માત્ર 40 જગ્યાઓ જ મંજૂર હોવાનું કહેવાયું છે. DCW પાસે કર્મચારીઓને કોન્ટ્રાક્ટ પર રાખવાની સત્તા નથી. દિલ્હી મહિલા આયોગ વિભાગના અધિક નિર્દેશક દ્વારા જારી કરાયેલા આ આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે નવી નિમણૂકો પહેલા, આવશ્યક પદોનું કોઈ મૂલ્યાંકન કરવામાં આવ્યું ન હતું અને ન તો વધારાના નાણાકીય બોજ માટે પરવાનગી લેવામાં આવી હતી.

Advertisement

સ્વાતિ માલીવાલે જાન્યુઆરીમાં રાજુનામું આપ્યું...

તમને જણાવી દઈએ કે દિલ્હી મહિલા આયોગની તત્કાલીન અધ્યક્ષ સ્વાતિ માલીવાલ આમ આદમી પાર્ટીની રાજ્યસભા સાંસદ છે. તેમણે આ વર્ષે 5 જાન્યુઆરીએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું.

આ પણ વાંચો : આ કોઈ મજાક નથી, આ હકીકત છે, PM મોદીને Shyam Rangeela આપશે ટક્કર, જાણો કેવી રીતે…

આ પણ વાંચો : US પોલીસે Goldy Brar વિશે કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું…

આ પણ વાંચો : Delhi-NCR ની શાળાઓમાં બોમ્બની ધમકી પાછળ આ આતંકવાદી સંગઠનનો હાથ!

Tags :
Advertisement

.

×