Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Election 2024 : બુલંદશહરથી ચૂંટણી પ્રચારની શરૂઆત, 2014 માં અહીંથી ફૂંક્યા હતા ચૂંટણીના બ્યુગલ

Election 2024: આગામી ટૂંક સમયમાં 2024ની લોકસભાની ચૂંટણી યોજાવાની છે. રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કર્યા બાદ પ્રધાનમંત્રીએ ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. અત્યારે પ્રધાનમંત્રી મોદી ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાંથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. આ શહેરથી ચૂંટણી પ્રચાર શરૂ કરવા પાછળ...
election 2024   બુલંદશહરથી ચૂંટણી પ્રચારની શરૂઆત  2014 માં અહીંથી ફૂંક્યા હતા ચૂંટણીના બ્યુગલ
Advertisement

Election 2024: આગામી ટૂંક સમયમાં 2024ની લોકસભાની ચૂંટણી યોજાવાની છે. રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કર્યા બાદ પ્રધાનમંત્રીએ ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. અત્યારે પ્રધાનમંત્રી મોદી ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાંથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. આ શહેરથી ચૂંટણી પ્રચાર શરૂ કરવા પાછળ પણ પીએમ મોદીનો ખાસ પ્લાન છે. ઉલ્લેખનીય છે કે, 2014માં પણ પ્રધાનમંત્રીએ આ જ શહેરમાંથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી અને યુપીમાં ભારે બહુમતી મળેવી હતી.

ઉત્તર પ્રદેશના બુલંદશહરમાંથી ચૂંટણી પ્રચારની શરૂઆત

ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણસિંહની આ શહેરમાં સારી એવી અસર રહીં છે. કલ્યાણસિંહનો રામ મંદિરના આનંદોલ માટે બઉ મોટો ફાળો રહ્યો છે. આ શહેરમાંથી ચૂંટણી પ્રચાર (Election 2024)ની શરૂઆત કરવા પાછળનું એક કારણ એ પણ હોઈ શકે છે કે, 2019ની લોકસભાની ચૂંટણીમાં પ્રચારમી શરૂઆત પ્રધાનમંત્રીએ સહારપુરથી કરી હતી જેથી પશ્ચિમ યુપીમાં વધારે નુકસાન થયું હતું. આ વખતે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી પ્રચારને લઈને કોઈ કસર રાખવા માંગતી નથી. ઉલ્લેખનીય છે કે, બુલંદશહેરના ભાજપનો ગઢ માનવામાં આવે છે.અત્યારે અહીં આઠ વિધાનસભા સીટો પર પણ ભાજપનું પ્રભુત્વ તો છે જ.

Advertisement

2014 ના ચૂંટણી પ્રચાર પર એક નજર

આ દરમિયાન 2014ના ચૂંટણી પ્રચારના રિપોર્ટ કેવી રીતે ભૂલી શકાય કારણ કે, 2014માં અહીંથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી અને વેસ્ટ યુપીની 14માંથી 14 બેઠકો જીતી લીધી હતીં. એટલું જ નહીં પરંતુ જે મુસ્લિમ પ્રભુત્વ ધરાવતા વિસ્તારો હતા ત્યાં પણ જીત મેળવી લીધી હતી. આ સાથે જો 2019ની લોકસભાની ચૂંટણીની વાત કરવામાં આવે તો આ વખતે બસપા, સપા અને રાલોદે ગઠબંધન કરીને ચૂંટણી લડી હતી જેથી સહારપુર, બિજનોર, અમરોહા, મુરાદાબાદ, નગીના, સંભલ અને રામપુરમાં ભાજપની હાર થઈ હતી.

Advertisement

આ પણ વાંચો: બોક્સિંગમાં વિશ્વ ચેમ્પિયન Mary Kom એ નિવૃત્તિના સમાચારનું કર્યું ખંડન

કરોડોના પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે

તમને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુલંદશહેર અને મેરઠ ડિવિઝન માટે હજારો કરોડ રૂપિયાના પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરવાના છે. ઉદ્ઘાટન થનાર પ્રોજેક્ટ્સમાં કલ્યાણ સિંહના નામે મેડિકલ કોલેજ, સમર્પિત ફ્રેટ કોરિડોરના એક ભાગનું ઉદ્ઘાટન, અલીગઢથી કન્નૌજ વચ્ચે ચાર લેન હાઇવે સહિત વિવિધ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.

Tags :
Advertisement

.

×