Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

દિલ્લીની સાકેત કોર્ટમા ફાયરિંગ, વકીલના ડ્રેસમાં આયો હતો આરોપી

દિલ્લીની સાકેત કોર્ટમાંથી એક દિલધડક મામલો સામે આવ્યો છે. હકીકતમાં, સાકેત કોર્ટ પરિસરમાં એક મહિલા પર ખુલ્લેઆમ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ છે. ઘટના બાદ વકીલોએ ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાવી, જ્યાં તેની...
દિલ્લીની સાકેત કોર્ટમા ફાયરિંગ  વકીલના ડ્રેસમાં આયો હતો આરોપી
Advertisement

દિલ્લીની સાકેત કોર્ટમાંથી એક દિલધડક મામલો સામે આવ્યો છે. હકીકતમાં, સાકેત કોર્ટ પરિસરમાં એક મહિલા પર ખુલ્લેઆમ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ છે. ઘટના બાદ વકીલોએ ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાવી, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.

મળતી માહિતી મુજબ મહિલાના શરીરમાં એક ગોળી વાગી હતી. મહિલા એક કેસના સંબંધમાં સાકેત કોર્ટમાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આરોપી અને મહિલા પહેલાથી જ એકબીજાને ઓળખે છે. બંને વચ્ચે વૈવાહિક વિવાદ ચાલી રહ્યો છે. જૂની અદાવતના કારણે મહિલાને ગોળી મારી દેવામાં આવી છે.

Advertisement

Advertisement

સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસે સાકેત કોર્ટ પરિસરમાં ગોળીબાર કરનાર આરોપીને પકડી લીધો છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આરોપી વકીલોના સ્વાંગમાં કોર્ટ પરિસરમાં ઘૂસ્યો હતો. આ ઘટનાને કારણે રોહિણી કોર્ટમાં હત્યાકાંડને અંજામ આપ્યા બાદ કોર્ટ પરિસરની ચુસ્ત સુરક્ષાને લઈને કરાયેલા દાવાઓ હવે પડી ભાંગતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : કોંગ્રેસ નેતાનું વિવાદિત નિવેદન, કહ્યું- શ્રી રામથી ખરાબ દુનિયામાં કોઈ જન્મ્યું નથી

Tags :
Advertisement

.

×