Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

GHAZIPUR : પ્રેમમાં પાગલપનની દરેક હદો પાર! યુવકે માતા - પિતા અને ભાઈનો જ લીધો જીવ

GHAZIPUR TRIPLE MURDER CASE : કોઈ પણ વ્યક્તિ પ્રેમમાં કેટલી હદ સુધી જઈ શકે છે? શું પ્રેમમાં કોઈ વ્યક્તિ એટલી હદે પાગલ હોઇ કે તે પોતાના જ પરિવારજનોનો જીવ લઈ લે? ઉત્તરપ્રદેશમાંથી આવી જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે....
ghazipur   પ્રેમમાં પાગલપનની દરેક હદો પાર  યુવકે માતા   પિતા અને ભાઈનો જ લીધો જીવ
Advertisement

GHAZIPUR TRIPLE MURDER CASE : કોઈ પણ વ્યક્તિ પ્રેમમાં કેટલી હદ સુધી જઈ શકે છે? શું પ્રેમમાં કોઈ વ્યક્તિ એટલી હદે પાગલ હોઇ કે તે પોતાના જ પરિવારજનોનો જીવ લઈ લે? ઉત્તરપ્રદેશમાંથી આવી જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઉત્તરપ્રદેશના GHAZIPUR જિલ્લામાં એક યુવક યુવતીના પ્રેમમાં એટલો પાગલ થઈ ગયો કે તેણે તેના માતા-પિતા અને ભાઈનો જીવ લઈ લીધો. યુવકે પાગલપનમાં ક્રૂરતાપૂર્વક ત્રણેયનું ગળું કાપીને હત્યા કરી હોવાનો કિસ્સો હવે સામે આવ્યો છે. પોલીસે કેસનો ભેદ ઉકેલી આરોપીની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી તેની પ્રેમિકા સાથે લગ્ન કરવા માંગતો હતો. પરંતુ ઘરના બાકીના 3 સભ્યો આ માટે તૈયાર ન હતા. જે પછી ચોથા સભ્યએ બધાને મોતને ઘાટ ઉતારી દીધા. આ ઘટના ખરેખર ખૂબ જ ચોંકાવનારી અને કાળજું કંપાવી દેનારી છે. ચાલો જાણીએ શું છે સમગ્ર ઘટના

પ્રેમમાં પાગલ યુવકે પરિવારજનોનો જ જીવ લીધો

Advertisement

GHAZIPUR માં જિલ્લામાં એક યુવક યુવતીના પ્રેમમાં એટલો પાગલ થઈ ગયો કે તેણે તેના માતા-પિતા અને ભાઈનો જીવ લીધો. પોલીસને ત્રણ લોકોની હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. ત્યાર બાદ પોલીસને તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે પરિવારના ત્રણ લોકોની હત્યા કરવા પાછળ પરિવારના ચોથા સભ્યનો જ હાથ હતો. પરિવારના જ સભ્યએ આ ત્રણ લોકોનો જીવ લેતા વિસ્તારમાં અરેરાટી વ્યાપી હતી. આરોપીનું નામ આશિષ છે અને તેને પ્રેમના કારણે જ પોતાના પરિવારજનોની હત્યા કરી હતી.

Advertisement

આશિષ પડોસમાં રહેતી યુવતી સાથે પ્રેમમાં હતો

સમગ્ર બાબત એમ છે કે આશિષ પડોસમાં રહેતી યુવતી સાથે પ્રેમમાં હતો અને તે તેની સાથે લગ્ન કરવા માંગતો હતો. પરંતુ પરિવારના સભ્યો આ લગ્ન માટે રાજી ન હતા. પરિવારના સભ્યો તેની નાની ઉંમરનું કારણ આપીને લગ્નની ના પાડી રહ્યા હતા. આ બાબતે મોટા ભાઈએ આશિષને ઘણી વખત ઠપકો આપ્યો હતો. તેના માતા-પિતા પણ તેને ખૂબ ઠપકો આપતા હતા. જેના કારણે તેને પરિવારના સભ્યો સાથે અણબનાવ થવા લાગ્યો હતો. ત્રણ દિવસ પહેલા તેણે તેના પરિવારના સભ્યોને રસ્તામાંથી હટાવવાનો પ્લાન બનાવ્યો હતો, પરંતુ તેની હિંમત નિષ્ફળ ગઈ હતી. ઘટનાની રાત્રે તે નજીકના ગામમાં ઓરકેસ્ટ્રા જોવા ગયો હતો. પાછા આવ્યા પછી તે બધાની સામે સૂવાનો ડોળ કરવા લાગ્યો. જ્યારે બધા ગાઢ નિંદ્રામાં પડ્યા ત્યારે તેણે તેના પરિવારજનોની હત્યા કરી હતી.

ગળું કાપી ક્રૂરતાથી કરી હત્યા

પરિવારજનો જ્યારે નિંદ્રામાં હતા ત્યારે આરોપીએ પહેલા માતાનું ગળું કાપ્યું. બાદમાં તેને ભાઈની હત્યા કરી અને બાદમાં પિતાની પણ હત્યા કરી નાખી હતી. હત્યા કર્યા બાદ આશિષ ફરી ઓર્કેસ્ટ્રા જોવા ગયો. તે તેના મિત્રો સાથે ત્યાંથી પાછો ફર્યો અને ઘરે આવ્યા પછી બધાની સામે રડવાનું નાટક કર્યું હતું. પરંતુ પોલીસ દ્વારા પોલીસનો ધમધમાટ શરૂ કરાતા તે ઝડપાઈ ગયો હતો.

આ પણ વાંચો : નશાના દૂષણે દેશમાં વિચિત્ર સમસ્યા સર્જી, ત્રિપુરાના 828 વિદ્યાર્થી HIV પોઝિટિવ

Tags :
Advertisement

.

×