Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શું તમે જાણો છો ઉત્તર ભારતના રાજ્યોમાં કેમ આટલો બધો વરસાદ પડી રહ્યો છે? આ છે કારણ

રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં મૂશળધાર વરસાદ પડી રહ્યો છે અને છેલ્લા બે દિવસોથી સતત પડી રહેલા ભારે વરસાદના કારણે અનેક સ્થળોએ સ્થિતિ બદ્ત્તર બની છે. હિમાચલમાં એક ડઝનથી વધારે નાના-મોટા પુલો પાણીમાં વહી ગયા છે અને સૈંકડો...
શું તમે જાણો છો ઉત્તર ભારતના રાજ્યોમાં કેમ આટલો બધો વરસાદ પડી રહ્યો છે  આ છે કારણ
Advertisement

રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં મૂશળધાર વરસાદ પડી રહ્યો છે અને છેલ્લા બે દિવસોથી સતત પડી રહેલા ભારે વરસાદના કારણે અનેક સ્થળોએ સ્થિતિ બદ્ત્તર બની છે. હિમાચલમાં એક ડઝનથી વધારે નાના-મોટા પુલો પાણીમાં વહી ગયા છે અને સૈંકડો મકાનોને નુકસાન પહોંચ્યું છે. જ્યારે દિલ્હીમાં યમુના ભયસપાટીએ વહી રહી છે અને દરેક ક્ષણે પુરનો ભય વધી રહ્યો છે. તે સિવાય પંજાબ અને હરિયાણામાં પણ સડકો પર પાણી ભરાયા છે અને લોકોના ઘરમાં ઘુસી રહ્યાં છે પણ ઉત્તરના રાજ્યોમાં આટલો બધો વરસાદ પડવાનું કારણ શું છે?

આ છે કારણ

ભારતીય હવામાન વિભાગ અનુસાર ઉત્ત ભારતમાં અચાનક આટલો વરસાદ પડવાનુ કારણ છે એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય થવી. IMD એ જણાવ્યું કે, ઉત્તર ભારત સહિત સમગ્ર દેશમાં ચોમાસુ એક્ટિવ છે અને તેની સાથે જ પશ્ચિમી વિક્ષોભ પણ સક્રિય થયું છે. આ બંને સિસ્ટરના ઘાતક સંગમના કારણે ઉત્તર ભારતમાં આટલો વરસાદ પડી રહ્યો છે.

Advertisement

હવામાન વિભાગે જણાવ્યું કારણ

મીડિયા રિપોર્ટ અનુસાર હવામાન વિભાગના પ્રમુખ મૃત્યુંજય મહાપાત્રએ જણાવ્યું કે, ઉત્તર ભારતમાં 2 દિવસોથી એક સાથે બે સિસ્ટમ સક્રિય થવાના કારણે વધારે વરસાદ પડી રહ્યો છે. આ મેળ શનિવારે જમ્મુ અને કાશ્મીર અને રવિવારે હિમાચલ પ્રદેશ આસપાસ કેન્દ્રીત હતો. બંગાળની ખાડી અને અરબ સાગરના ભેજ મળવાના કારણે આ વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો. છેલ્લા 9 દિવસોની તુલનામાં 24% વધારે વરસાદ થયો. હવેથી આ રાજ્યોમાં ધીરે ધીરે વરસાદ ઘટશે.

Advertisement

હવે કેવું રહેશે હવામાન?

IMD એ જણાવ્યું કે, હિમાચલ પ્રદેશ અને ઉત્તરીય પંજાબ, હરિયાણાની આસાપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો જે આજે પણ રહેશે. જે બાદ તેમાં ઘટાડો આવી શકે છે. આગામી ત્રણ દિવસો દરમિયાન પૂર્વોત્તર ભારત અને તેની આજુબાજુના પૂર્વીય ભારતમાં ભારે વરસાદ થશે. હવામાન વિભાગ અનુસાર પશ્ચિમ ભારતમાં હળવોથી મધ્યમ વરસાદ પડશે. જ્યારે કેટલાંક સ્થળોએ ભારે વરસાદ થવાની શક્યતા છે. મધ્યભારતમાં આગામી પાંચ દિવસોમાં હળવોથી મધ્યમની સાથે અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ભારતની વાત કરવામાં આવે તો દરિયાકાંઠાના કેરળ, કર્ણાટકમાં આગામી પાંચ દિવસ હળવાથી ભારે વરસાદનું અનુમાન છે.

આ પણ વાંચો : HIMACHAL PRADESH માં તબાહી બાદના દ્રશ્યો ભયાવહ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.

×