Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Hyderabad માં ચીની દોરી દ્વારા સૈનિકનું ગળું કપાવાથી થયું મૃત્યુ...

હૈદરાબાદ (Hyderabad)ના લંગર હાઉસ ફ્લાયઓવર પર એક દુ:ખદ ઘટનામાં સેનાના એક જવાનનું મોત થયું હતું. તે ડ્યુટી પર જઈ રહ્યો હતો, ત્યારે અચાનક ચાઈનીઝ દોરી આવી અને તેના ગળામાં વીંટળાઈ ગઈ અને તે તેના વાહનને કંટ્રોલ ન કરી શક્યો. જવાનને...
hyderabad માં ચીની દોરી દ્વારા સૈનિકનું ગળું કપાવાથી થયું મૃત્યુ
Advertisement

હૈદરાબાદ (Hyderabad)ના લંગર હાઉસ ફ્લાયઓવર પર એક દુ:ખદ ઘટનામાં સેનાના એક જવાનનું મોત થયું હતું. તે ડ્યુટી પર જઈ રહ્યો હતો, ત્યારે અચાનક ચાઈનીઝ દોરી આવી અને તેના ગળામાં વીંટળાઈ ગઈ અને તે તેના વાહનને કંટ્રોલ ન કરી શક્યો. જવાનને ટક્કર વાગતા તે નીચે પટકાયો અને તેના ગળા પર દોરીના કારણે ઈજાઓ થઇ હતી. તે બાદ તેને નજીકના હોસ્પિટલમાં સારવાર દરમિયાન લઇ જવામાં આવ્ય હતો પરંતુ સારવાર દરમિયાન જવાનનું મોત થયું હતું. સેનાના જવાનણી ઓળખ કોટેશ્વર રેડ્ડી તરીકે કરવામાં આવી છે.

અધિકારીઓએ ખુલાસો કર્યો છે કે કોટેશ્વર રેડ્ડી વિશાખાપટ્ટનમનો રહેવાસી હતો અને ઘટના સમયે લંગર હાઉસમાં રહેતો હતો. આ કમનસીબ ઘટના બાદ પોલીસે કેસ નોંધ્યો છે અને આજે ઓસ્માનિયા હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહને લશ્કરી સત્તાવાળાઓને સોંપવામાં આવ્યો છે.

Advertisement

Advertisement

પોલીસે સૈનિકના મોત અંગે કેસ નોંધ્યો છે, તપાસ ચાલુ છે

28 વર્ષીય કોટેશ્વર રેડ્ડીની પત્નીએ તેના પતિના મૃતદેહને આંધ્રપ્રદેશમાં તેના નિવાસસ્થાને મોકલવા માટે એનઓસી આપવાની વિનંતી કરી છે. તેણીએ તેના પતિના મૃતદેહને હૈદરાબાદ (Hyderabad)થી માર્ગ માર્ગે વિશાખાપટ્ટનમ મોકલવા વિનંતી કરી, જ્યાં તેના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. પોલીસે એફઆઈઆર નોંધીને મામલાની તપાસ શરૂ કરી છે અને દોષિતોની શોધ કરવામાં આવી રહી છે.

સૈનિકનું સારવાર દરમિયાન મોત થયું હતું

લંગર હાઉસ પોલીસના જણાવ્યા અનુસાર, જ્યારે સાંજે 7 વાગ્યે આ ઘટના બની ત્યારે જવાન કોટેશ્વર રેડ્ડી બાઇક પર જઈ રહ્યા હતા. ગળામાં દોરી ફસાઈ જતાં તેનું ગળું કપાઈ ગયું અને તે બાઇક પરથી પડી ગયો. તેને તાત્કાલિક મિલિટરી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

આ પણ વાંચો : Jharkhand થી એક ચોકાવનારી ઘટના સામે આવી, સુલતાનાણી પીડા તમને રડાવી દેશે…

Tags :
Advertisement

.

×