Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ISRO એ Chandrayaan 3 નું લોન્ચ રિહર્સલ કર્યું પૂર્ણ, 14મીએ થશે લોન્ચ

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) એ મંગળવારે ચંદ્રયાન-3 માટે 'લોન્ચ રિહર્સલ' પૂર્ણ કરી લીધુ છે. હવે ચંદ્રયાન-3 મિશનને 14 જુલાઈએ શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે. ISRO એ ટ્વીટ કરીને જાણકારી આપી છે. લોન્ચ રિહર્સલ થયું ઈસરોએ જણાવ્યું...
isro એ chandrayaan 3 નું લોન્ચ રિહર્સલ કર્યું પૂર્ણ  14મીએ થશે લોન્ચ
Advertisement

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) એ મંગળવારે ચંદ્રયાન-3 માટે 'લોન્ચ રિહર્સલ' પૂર્ણ કરી લીધુ છે. હવે ચંદ્રયાન-3 મિશનને 14 જુલાઈએ શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે. ISRO એ ટ્વીટ કરીને જાણકારી આપી છે.

લોન્ચ રિહર્સલ થયું

ઈસરોએ જણાવ્યું કે, Chandrayaan-3 Mission ના લોન્ચ રિહર્સલની તૈયારી અને 24 કલાક સુધી ચાલતી તૈયારી અને 24 કલાક સુધી ચાલતી પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે. ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) એ 5 જુલાઈએ સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રમાં લોન્ચ વ્હિકલ LVM 3 ની સાથે ચંદ્રયાન-3 યુક્ત એનકૈપ્સુલેટેડ એસેમ્બલીને એકીકૃત કરી હતી.

Advertisement

Advertisement

ઈસરોએ ટ્વીટ કરી જાણકારી આપી

ISRO એ ટ્વીટ કરી જણાવ્યું કે, આજે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર ચંદ્રયાન-3 વાળી ઈનકૈપ્સુલેટેડ એસેમ્બલીને LVM3 સાથે જોડવામાં આવ્યું છે. અંતરિક્ષ એજન્સીના અધ્યક્ષ એસ. સોમનાથનને ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, તેઓ 13-19 જુલાઈ વચ્ચે પોતાના ત્રીજા મૂન મિશનને લોન્ચ કરવાનો પ્લાન કરી રહ્યું છે.

કેવી રીતે થાય છે રિહર્સલ

ISRO એ 11 જુલાઈ 2023 ને ચંદ્રયાન-3નું લોન્ચિંગ રિહર્સલ પૂર્ણ કરી લીધું છે. આ રિબર્સલ 24 કલાક ચાલે છે. તેમાં શ્રીહરિકોટાના લોન્ચ સેન્ટરથી અન્ય સ્થાનોના દરેક કેન્દ્ર, ટેલિમેટ્રી સેન્ટર અને કોમ્યુનિકેશન યૂનિટ્સની તૈયારીઓની સમિક્ષા કરવામાં આવે છે. લોન્ચ વખતે હોય તેવો જ માહૌલ હોય છે બસ રોકેટને લોન્ચ નથી કરતા. એવું એ માટે કરે છે જેથી દરેક સેન્ટર તેનું કામ કરે અને સંબંધિત ક્રમ યાદ રહે.

chandrayaan 3 launch rehearsal

ચંદ્રયાન-3 મિશન

જણાવી દઈએ કે, ચંદ્રયાન-3 માં આ વખતે ઓર્બિટર નથી મોકલવામાં આવી રહ્યું. આ વખતે સ્વદેશી પ્રોપલ્શન મોડ્યૂલને મોકલી રહ્યા છીએ. આ લેન્ડર અને રોવરને ચંદ્રમાની કક્ષા સુધી લઈને જશે. તે બાદ આ ચંદ્રમાની ચારેય બાજુ 100 કિમીની ગોળાકાર કક્ષામાં ચક્કર લગાવતું રહેશે. તેને ઓર્બિટર તે માટે નથી બોલાવતા કારણ કે આ ચંદ્રમાની સ્ટડી નહી કરે. તેનું વજન 2145.04 કિગ્રા હશે જેમાંથી 1696.39 કિગ્રા ઈંધણ હશે એટલે કે મોડ્યૂલનું સાચું વજન 448.62 કિગ્રા છે.

આ પણ વાંચો : CHANDRAYAAN 3 : ચંદ્રયાન 3ને લઇને આવ્યા મોટા સમાચાર,13 જુલાઇના બદલે આ તારીખે કરાશે લોન્ચ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.

×