Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Jammu And Kashmir : પુલવામામાં એન્કાઉન્ટરમાં લશ્કર કમાન્ડર સહિત 2 આંતકી ઠાર

જમ્મુ કાશ્મીરમાં સેનાનું ઓપરેશન ઓલઆઉટ ચાલી રહ્યું છે હવે સુરક્ષાદળોએ દક્ષિણ કાશ્મીરમાં પુલવામામાં ઓપરેશન ચલાવીને એક ટૉપ આતંકી કમાન્ડરને ઠાર કરી દીધો છે. એન્કાઉન્ટર બાદ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. સુરક્ષાદળોને આશંકા છે કે, વિસ્તારમાં વધુ આતંકીઓ છૂપાયા હોઈ...
jammu and kashmir   પુલવામામાં એન્કાઉન્ટરમાં લશ્કર કમાન્ડર સહિત 2 આંતકી ઠાર
Advertisement

જમ્મુ કાશ્મીરમાં સેનાનું ઓપરેશન ઓલઆઉટ ચાલી રહ્યું છે હવે સુરક્ષાદળોએ દક્ષિણ કાશ્મીરમાં પુલવામામાં ઓપરેશન ચલાવીને એક ટૉપ આતંકી કમાન્ડરને ઠાર કરી દીધો છે. એન્કાઉન્ટર બાદ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. સુરક્ષાદળોને આશંકા છે કે, વિસ્તારમાં વધુ આતંકીઓ છૂપાયા હોઈ શકે છે. જમ્મુ કાશ્મીરના પુલવામાં જિલ્લામાં રવિવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ઘર્ષણમાં બે આતંકીઓ માર્યા ગયા. મૃતકોમાંથી એક લશ્કર-એ-તૈયબાનો ટૉપ કમાન્ડર બતાવવામાં આવી રહ્યો છે.

સંયુક્ત ઓપરેશન

પુલવામા જિલ્લાના લારો-પરિગામ વિસ્તારમાં ઘર્ષણ ચાલી રહ્યું છે. વાસ્તવમાં સુરક્ષાકર્મીઓને પરિગામ ગામમાં આતંકીઓના આવનજાવનની ગુપ્ત માહિતી મળી હતી. કાશ્મીર ઝોન પોલીસ અનુસાર આ સુરક્ષાદળોને કાશ્મીરમાં આતંકવાદીઓ છૂપાયા હોવાની જાણકારી મળ્યા બાદ 5 ઓગસ્ટથી સેનાની રાષ્ટ્રીય રાઈફલ્સ યૂનિટ અને જમ્મુ કાશ્મીર પોલીસ સંયુક્ત અભિયાન ચલાવી રહી છે.

Advertisement

અગાઉ પણ સુરક્ષાદળોને મળી હતી સફળતા

હાલમાં જ સુરક્ષાદળોને મોટી સફળતા હતી અગાઉ 18 જુલાઈના દિવસે સુરક્ષાદળોએ ઘર્ષણમાં 4 આતંકીઓને ઠાર કર્યાં હતા. આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે આ ઘર્ષણ પુંછના સિંધરા વિસ્તારમાં થઈ હતી. વાસ્તવમાં સુરક્ષાદળોએ સિંધરા વિસ્તારમાં કેટલાંક આતંકીઓ છૂપાયા હોવાની જાણકારી મળી હતી. તે બાદ રાષ્ટ્રીય રાઈફલ્સ અને જમ્મુ કાશ્મીર પોલીસ અને અન્ય સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. રાતે 11.30 વાગ્યે લગભગ આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે ફાયરિંગ થઈ હતી. તે બાદ આખી રાત આતંકવાદીઓને ઘેરીને દેખરેખ કરવામાં આવી હતી.

Advertisement

આ પણ વાંચો : વાયુસેનાએ હેવી ડ્રોપ સિસ્ટમનું કર્યું સફળ પરિક્ષણ, જાણો શું છે HEAVY DROP SYSTEM

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.

×