પ્રિયંકા ગાંધીની જનતાને અપીલ - 45 વર્ષ પહેલા દાદીને મુશ્કેલીમાંથી બચાવ્યા હતા, હવે ભાઈને મુશ્કેલીમાંથી બહાર કાઢો
અહેવાલ -રવિ પટેલ
બુધવારે કર્ણાટકના ચિક્કામગાલુરુમાં એક ચૂંટણી રેલીને સંબોધતા કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે, જે રીતે ભાઈ રાહુલ ગાંધીને ખોટા કેસમાં ફસાવીને સંસદમાંથી બહાર ફેંકવામાં આવ્યા છે, તે જ રીતે 45 વર્ષ પહેલા દાદી ઈન્દિરા ગાંધી સાથે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ચિક્કામગાલુરુના લોકો તેમને ફરીથી સંસદમાં લાવ્યા. આજે એ જ રીતે તેમના પૌત્ર રાહુલને પણ ખોટા કેસમાં સંસદમાંથી હાંકી કાઢવામાં આવ્યો છે.

આ પણ વાંચો - બિહારના DYCM તેજસ્વી યાદવ વિરુધ્ધ અમદાવાદ મેટ્રો કોર્ટમાં ફરિયાદ, 1મેના રોજ સુનાવણી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ


