Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સિદ્ધારમૈયા vs શિવકુમારમાં કોણ કેટલું મજબૂત, સમજો ગણિત

કર્ણાટક વિધાનસભા ચૂંટણીના જનાદેશ બાદ કોંગ્રેસમાં મુખ્યમંત્રી પદને લઈને મંત્રણા ચાલી રહી છે કારણ કે રાજ્યના બે સિનિયર નેતા સિદ્ધારમૈયા (Siddaramaiah) અને ડીકે શિવકુમાર (DK Sivakumar) બંને મુખ્યમંત્રીની રેસમાં પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. જોકે સુત્રોનું માનવું છે કે ડીકેના...
સિદ્ધારમૈયા vs શિવકુમારમાં કોણ કેટલું મજબૂત  સમજો ગણિત
Advertisement

કર્ણાટક વિધાનસભા ચૂંટણીના જનાદેશ બાદ કોંગ્રેસમાં મુખ્યમંત્રી પદને લઈને મંત્રણા ચાલી રહી છે કારણ કે રાજ્યના બે સિનિયર નેતા સિદ્ધારમૈયા (Siddaramaiah) અને ડીકે શિવકુમાર (DK Sivakumar) બંને મુખ્યમંત્રીની રેસમાં પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. જોકે સુત્રોનું માનવું છે કે ડીકેના મુકાબલે સિદ્ધારમૈયાનો પક્ષ વધારે મજબૂત છે. 13મી મેના રોજ આવેલા ચૂંટણી પરિણામમાં કોંગ્રેસે (Congress) 135 સીટો મેળવી જ્યારે ભાજપે (BJP) માત્ર 66 અને જેડીએસે (JDS) 19 સીટો મેળવી હતી.

રવિવાર રાતથી લઈને સોમવાર સુધી 24 કલાક પૂર્ણ થઈ જવા છતાં કોંગ્રેસ હાઈકમાન્ડ મુખ્યમંત્રી તરીકે કોની પસંદગી કરવી તે નક્કી કરી શક્યું નથી. સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર બંને જ આ પદ માટે પોતાની યોગ્યતાના દાવાઓ કરી રહ્યાં છે. મુખ્યમંત્રીના નામ માટે હાઈકમાન્ડ સતત મિટિંગ રી રહ્યું હતું. રાત્રે 10 વાગ્યે મિટિંગ પૂર્ણ થઈ અને ખડગેના નિવાસસ્થાને જે દિગ્ગજ નેતાઓ પહોંચ્યા હતા તે પરત ફર્યાં છે. જોકે મુખ્યમંત્રી પદની ચર્ચા પૂર્ણ નથી થઈ. મંગળવાર સાંજે ફરી સુપર્વાઈઝરો મિટિંગ કરવા પહોંચશે.

Advertisement

મુખ્યમંત્રી પદ માટે રવિવારે બેંગલુરુમાં (Bengaluru) મળેલી ધારાસભ્ય દળની બેઠકમાં એક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો જે મુજબ પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેને (Mallikarjun Khadge) આ અધિકાર આપવામાં આવ્યો છે તે તેઓ ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરે, જે પ્રદેશના નવા મુખ્યમંત્રી હશે. માનવામાં આવી રહ્યું છે કે કર્ણાટક માટે જે 3 સુપર્વાઈઝર બનાવવામાં આવ્યા હતા. તેમણે ધારાસભ્યો સાથે ચર્ચા કરી લીધી છે અને હવે તેઓ પોતાનો રિપોર્ટ ખડગેને સોંપશે ત્યારે આવો જાણીએ સિદ્ધારમૈયા અને શિવકુમારના પોઝિટિવ અને નેગેટિવ પાસા...

Advertisement

સિદ્ધારમૈયા vs શિવકુમાર કોણ કેટલું છે આગળ?

કર્ણાટકમાં મુખ્યમંત્રીની (Karnataka CM) ખુરશી માટે સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર બંને જ પોતાનો દાવો કરી રહ્યાં છે. સિદ્ધારમૈયાએ મુખ્યમંત્રી બનાવવા માટે પોતાની યોગ્યતા ગણાવી છે અને ધારાસભ્ય દળના નેતા ચૂંટવા પર ભાર મુક્યો છે.

બીજી બાજુ શિવકુમારે કહ્યું કે, કર્ણાટક કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ તરીકે તેમણે વર્ષ 2018માં જ્યારે સિદ્ધારમૈયાને આગળ લઈને ચાલી રહેલી કોંગ્રેસની હાર થઈ તો તેમણે રાજ્યમાં ફરી કોંગ્રેસ માટે જનાધાર ઉભો કર્યો. તેમણે તે પણ તર્ક રાખ્યો કે 8 વખત ધારાસભ્ય રહેવાના નાતે તેઓ મુખ્યમંત્રી બનવા માટેની દરેક યોગ્યતા ધરાવે છે.

આ પણ વાંચો : કર્ણાટકમાં કોંગ્રેસની જીત બાદ મમતા બેનર્જીના બદલાયા સૂર, જાણો શું કર્યું એલાન

Tags :
Advertisement

.

×