Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અત્યંત સાદગીપૂર્ણ રીતે નિર્મલા સીતારમણની પુત્રીના લગ્ન સંપન્ન, એક પણ વીવીઆઇપી હાજર નહીં

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની પુત્રી પરકલા વાંગમયીના 7 જૂનના રોજ લગ્ન સંપન્ન થયા. લગ્ન સમારોહ બેંગ્લોરની એક હોટલમાં યોજાયો હતો. લગ્ન ખૂબ જ સાદગીથી કરવામાં આવ્યા હતા, જેમાં માત્ર પરિવારના સભ્યોએ જ ભાગ લીધો હતો. લગ્નમાં કોઈ રાજકીય વ્યક્તિ કે...
અત્યંત સાદગીપૂર્ણ રીતે નિર્મલા સીતારમણની પુત્રીના લગ્ન સંપન્ન  એક પણ વીવીઆઇપી હાજર નહીં
Advertisement

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની પુત્રી પરકલા વાંગમયીના 7 જૂનના રોજ લગ્ન સંપન્ન થયા. લગ્ન સમારોહ બેંગ્લોરની એક હોટલમાં યોજાયો હતો. લગ્ન ખૂબ જ સાદગીથી કરવામાં આવ્યા હતા, જેમાં માત્ર પરિવારના સભ્યોએ જ ભાગ લીધો હતો. લગ્નમાં કોઈ રાજકીય વ્યક્તિ કે વીવીઆઈપી હાજર નહોતા.

નિર્મલાની પુત્રી પરકલાના લગ્ન પ્રતિક સાથે હિંદુ પરંપરા મુજબ ઉડુપી અદમારુ મઠના સંતોના આશીર્વાદથી થયા હતા. આ પ્રસંગે કન્યાએ ગુલાબી સાડી અને લીલા રંગનું બ્લાઉઝ પહેર્યું હતું. જ્યારે વરરાજાએ સફેદ રંગના પંચા અને શાલ પહેરી હતી. નિર્મલા સીતારમણે આ ખાસ દિવસે મોલાકલમારુ સાડી પહેરી હતી.

Advertisement

નિર્મલા સીતારમણની પુત્રી પરકલા વાંગમયીએ રાષ્ટ્રીય અખબાર સાથે કામ કર્યું છે. તેમણે દિલ્હી યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગમાંથી માસ્ટર ડિગ્રી મેળવી છે. તેણીએ નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટીની મેડીલ સ્કૂલ ઓફ જર્નાલિઝમમાંથી પત્રકારત્વનો અભ્યાસ પણ કર્યો છે.

Advertisement

નિર્મલા સીતારમણના પતિ પરકલા રાજકીય અર્થશાસ્ત્રી છે, જેઓ કોમ્યુનિકેશન્સ કન્સલ્ટન્ટ રહી ચૂક્યા છે. તેઓ જુલાઈ 2014 અને જૂન 2018 વચ્ચે આંધ્ર પ્રદેશ સરકારમાં કેબિનેટ રેન્ક પણ સંભાળી ચૂક્યા છે. અગાઉ, સપ્ટેમ્બર 2019માં, નિર્મલા સીતારમણે પરકલાના બાળપણની એક તસવીર ડોટર્સ ડેના દિવસે શેર કરી હતી, જેમાં તેણે તેની દિકરીને મિત્ર, ફિલોસોફર અને માર્ગદર્શક તરીકે વર્ણવી હતી.

Tags :
Advertisement

.

×