મહારાષ્ટ્રના પાલઘરમાં ઉપરા ઉપરી ભૂકંપના 2 આંચકાથી લોકોમાં ગભરાટ
મહારાષ્ટ્રના પાલઘરમાં ગણતરીની મિનીટોમાં ભૂકંપના 2 આંચકા અનુભવાતા લોકોમાં ગભરાટ વ્યાપી ગયો હતો. ભૂકંપના 2 આંચકા પ્રાપ્ત માહિતી મુજબ ગુજરાત મહારાષ્ટ્રની બોર્ડર પર પાલઘર વિસ્તારમાં શનિવારે સાંજે ભૂકંપના 2 આંચકા અનુભવાયા હતા. સીસ્મોલોજી વિભાગ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ પાલઘરમાં શનિવારે...
Advertisement
મહારાષ્ટ્રના પાલઘરમાં ગણતરીની મિનીટોમાં ભૂકંપના 2 આંચકા અનુભવાતા લોકોમાં ગભરાટ વ્યાપી ગયો હતો.
ભૂકંપના 2 આંચકા
પ્રાપ્ત માહિતી મુજબ ગુજરાત મહારાષ્ટ્રની બોર્ડર પર પાલઘર વિસ્તારમાં શનિવારે સાંજે ભૂકંપના 2 આંચકા અનુભવાયા હતા. સીસ્મોલોજી વિભાગ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ પાલઘરમાં શનિવારે સાંજે 5.15 વાગે 3.5ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો અને તેની ગણતરીની મિનીટોમાં સાંજે 5.28 વાગે 3.3ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
Two earthquakes tremors with magnitudes of 3.5 and 3.3 on the Richter Scale hit Palghar in Maharashtra at 5:15 pm and 5:28 pm respectively: National Centre for Seismology pic.twitter.com/sD4aafbZtO
— ANI (@ANI) May 27, 2023
લોકોમાં ગભરાટ
ઉપરા ઉપરી બે ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો અને લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપનો આંચકો ગુજરાત મહારાષ્ટ્રની બોર્ડરને અડીને આવેલા વિસ્તારોમાં પણ અનુભવાયો હતો. જો કે કોઇ જાનહાનિના અત્યાર સુધી કોઇ સમાચાર મળ્યા નથી.
આ પણ વાંચો---PM MODI ની અધ્યક્ષતામાં મળી નીતિ આયોગની આઠમી ગવર્નિંગ કાઉન્સિલ બેઠક, ગુજરાતના વિકાસ વિઝનની પ્રભાવક પ્રસ્તુતિ કરાઇ
Advertisement


