Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Blasphemy: સંસદમાં ધર્મનિંદા માટે કાનૂન બનાવવાની માંગ, દેશમાં 125 કરોડ હિંદુ હોવા છતાં...

Blasphemy: રાજ્યસભામાં મંગળવારે ધર્મનિંદા કાનૂન બનાવવાની અને સંવિધાનની પ્રસ્તાવનામાં ‘અહિંસા’ જોડવાની માંગ કરવામાં આવી હતી. તેની સાથે સાથે પશુઓ સાથે ક્રૂરતા, વિદેશમાં ભારતીય વિદ્યાર્થીઓ વિરૂદ્ધ અપરાધ ઘટનાઓ અને દેશમાં ભોજનની બર્બાદી જેવા મુદ્દાઓ પણ વિચારણા કરવામાં આવી હતી. ઝીરો અવર...
blasphemy  સંસદમાં ધર્મનિંદા માટે કાનૂન બનાવવાની માંગ  દેશમાં 125 કરોડ હિંદુ હોવા છતાં
Advertisement

Blasphemy: રાજ્યસભામાં મંગળવારે ધર્મનિંદા કાનૂન બનાવવાની અને સંવિધાનની પ્રસ્તાવનામાં ‘અહિંસા’ જોડવાની માંગ કરવામાં આવી હતી. તેની સાથે સાથે પશુઓ સાથે ક્રૂરતા, વિદેશમાં ભારતીય વિદ્યાર્થીઓ વિરૂદ્ધ અપરાધ ઘટનાઓ અને દેશમાં ભોજનની બર્બાદી જેવા મુદ્દાઓ પણ વિચારણા કરવામાં આવી હતી. ઝીરો અવર દરમિયાન ભારતીય જનતા પાર્ટી (BJP)ના અશોક વાજપેયીએ દેશમાં ધર્મનિંદાનો કાયદો બનાવવાની માંગ ઉઠાવી હતી.તેમણે કહ્યું હતું કે 100થી વધુ દેશોમાં આસ્થાનું અપમાન કરનારાઓ માટે ધર્મનિંદાના કાયદા છે. ભારતમાં 125 કરોડ હિંદુઓ છે અને તેઓ ઉદાર અને સહિષ્ણુ છે, પરંતુ તેમની આસ્થા પર હુમલાની ઘટનાઓ દરરોજ જોવા મળે છે.

ધર્મનિંદા બાબતે કડક કાર્યવાહી થવી જોઈએ

બીજેપી સાંસદ અશોક વાજપેયીએ કહ્યું હતું કે, ‘આવી અનેક ઘટનાઓ સામે આવી રહી છે. બીજા ધાર્મિક અનુયાયીઓ હિંદુ દેવી-દેવતાઓ વિરૂદ્ધ અપમાનજનક ટિપ્પણીઓ કરે છે, લેખ લખે છે અને ચિત્ર બનાવે છે. આનાથી હિંદુ સમુદાયના લોકોની ભાવનાઓને ઠેસ પણ પહોંચતી હોય છે, પરંતુ તેની સાથે કોઈ દંડની જોગવાઈ કરવામાં આવેલી નથી.’ તેમણે આને ખૂબ જ ગંભીર મામલો ગણાવ્યો અને રાજસ્થાનની એક ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો. બીજેપી સાંસદે કહ્યું, ‘મારી અપીલ છે કે દેશમાં ધર્મનિંદા વિરુદ્ધ કાયદો બનવો જોઈએ. ધર્મ, ધાર્મિક પ્રતીકો, ટિપ્પણીઓ, સાહિત્ય કે ચિત્રો જેવા કાર્યો સામે કડક કાર્યવાહીની જોગવાઈ હોવી જોઈએ.’

Advertisement

કલમ 377 પ્રાણીઓના રક્ષણ સાથે સંબંધિત

બીજુ જનતા દળ (BJD) ના સુલતા દેવે પ્રાણીઓ સામેની ક્રૂરતા પર ચિંતા વ્યક્ત કરતા નવા ભારતીય ન્યાયિક સંહિતા (BNS) માં ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 377 શામેલ કરવાની માંગ ઉઠાવી. તેમણે પ્રાણીઓ સામેની ક્રૂરતા અને જાતીય અત્યાચારના કેટલાક કિસ્સાઓનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે આવી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા લોકો સામે કડક સજાની જોગવાઈ થવી જોઈએ. કલમ 377 પ્રાણીઓના રક્ષણ સાથે સંબંધિત છે. 1860 થી, IPCની કલમ 377 પ્રાણીઓના યૌન શોષણને અપરાધ તરીકે જાહેર કરે છે. પ્રાણીઓને જાતીય શોષણથી બચાવવા માટે નવા BNSમાં કોઈ સમાંતર કાયદો નથી.

Advertisement

કોને કહેવાય છે ધર્મનિંદા?

ધર્મનિંદા શબ્દનો મતલબ એવો થાય છે કે, ભગવાન વિશે અપશબ્દો બોલવા અથવા ભગવાનને બદનામ કરતી કોઈપણ પ્રકારની ચેષ્ટા કરવી. તેમાં માત્ર શબ્દો જ નહીં પરંતુ વીડિયો અને તસવારી પણ સામેલ છે. એટલું જ નહીં કોઈ કાર્ટૂનમાં પણ આવી રીતે અપમાનજનક પોસ્ટ કરે છે તો ગુનો ગણાય છે.

ભારતમાં આ અંગે શું કાયદો છે?

આપણે ત્યાં ધર્મનિંદા પર કોઈ અલગ કાયદો નથી. આઈપીસીની કલમ 295 હેઠળ જો કોઈ ધાર્મિક સ્થળને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરે છે તો તેને બે વર્ષ સુધીની જેલ અથવા દંડ થઈ શકે છે. અમને બંધારણની કલમ 19A હેઠળ અભિવ્યક્તિની સ્વતંત્રતા છે, જેની સાથે અમે ટીકા કરવા માટે સ્વતંત્ર છીએ, જ્યાં સુધી તે કોઈની ધાર્મિક લાગણીઓને ઠેસ ન પહોંચાડે.

આ પણ વાંચો: શાળાઓમાં રામાયણ ભણાવવા ટીવીના રામ 'Arun Govil' ની ખાસ સલાહ

Tags :
Advertisement

.

×