Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

X ઉપર PM MODI એ સ્થાપ્યો નવો કીર્તિમાન, 100 MILLION FOLLOWERS નો આંકડો કર્યો પાર

PM MODI એ હવે X ઉપર 100 MILLION નો જાદુઇ આંકડો પાર કર્યો છે. PM MODI એ હવે સોશિયલ મીડિયા ઉપર પોતાની આ નવી સિદ્ધિ સ્થાપિત કરી છે. આ આંકડો પાર કરતાની સાથે જ હવે PM MODI X ઉપર દુનિયામાં...
x ઉપર pm modi એ સ્થાપ્યો નવો કીર્તિમાન  100 million followers નો આંકડો કર્યો પાર
Advertisement

PM MODI એ હવે X ઉપર 100 MILLION નો જાદુઇ આંકડો પાર કર્યો છે. PM MODI એ હવે સોશિયલ મીડિયા ઉપર પોતાની આ નવી સિદ્ધિ સ્થાપિત કરી છે. આ આંકડો પાર કરતાની સાથે જ હવે PM MODI X ઉપર દુનિયામાં સૌથી વધુ FOLLOWERS ધરાવનારા રાજનેતા બની ગયા છે. PM MODI વિશ્વના પ્રથમ એવા રાજનેતા બની ગયા છે કે જેમને X ઉપર 100 MILLION FOLLOWERS પૂરા કર્યા છે. વડાપ્રધાન મોદી આ મામલામાં વિશ્વમાં ઘણા મોટા CELEBRITY કરતા પણ આગળ નીકળી ગયા છે.

વિશ્વના નેતાઓમાં PM MODI મોખરે

Advertisement

વડાપ્રધાન મોદી USA ના PRESIDENT કરતા પણ આગળ છે. જો બિડેન ના X ઉપર 38.1 મિલિયન ફોલોવર્સ છે. વધુમાં બઈના વર્તમાન શાસક એચએચ શેખ મોહમ્મદ (11.2 મિલિયન અનુયાયીઓ) અને પોપ ફ્રાન્સિસ (18.5 મિલિયન અનુયાયીઓ) જેવા વિશ્વ નેતાઓ કરતાં પણ PM MODI આગળ છે. સોશિયલ મીડિયા પર પીએમ મોદીની લોકપ્રિયતા જોઈને વિશ્વના નેતાઓ સોશિયલ મીડિયા પર પીએમ મોદી સાથે જોડાવા માટે ઉત્સુક છે. જો ભારતના સંદર્ભમાં વાત કરવામાં આવે તો - વિપક્ષી નેતા રાહુલ ગાંધીના Instagram પર 26.4 મિલિયન ફોલોઅર્સ છે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના Instagram પર 27.5 મિલિયન ફોલોઅર્સ છે, સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવના Instagram પર 19.9 મિલિયન અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના Instagram પર 7.4 મિલિયન ફોલોઅર્સ છે. ભારતના નેતાઓ કરતા તો PM MODI ખૂબ જ વધારે આગળ છે.

Advertisement

લોકપ્રિય CELEBS કરતાં પણ મોદી આગળ

વડાપ્રધાન MODI વિશ્વના ઘણા લોકપ્રિય ખેલાડીઓ કરતા પણ આગળ નીકળ્યા છે. વિરાટ કોહલીના X પર 64.1 મિલિયન ફોલોઅર્સ છે, બ્રાઝિલના ફૂટબોલર નેમાર જુનિયરના X પર 63.6 મિલિયન ફોલોઅર્સ છે, અમેરિકન બાસ્કેટબોલ ખેલાડી લેબ્રોન જેમ્સના X પર 52.9 મિલિયન ફોલોઅર્સ છે. સેલિબ્રિટીઝ ટેલર સ્વિફ્ટના ઇન્સ્ટાગ્રામ પર 95.3 મિલિયન ફોલોઅર્સ છે, ઇન્સ્ટાગ્રામ પર લેડી ગાગાના 83.1 મિલિયન ફોલોઅર્સ છે અને કિમ કાર્દાશિયનના ઇન્સ્ટાગ્રામ પર 75.2 મિલિયન ફોલોઅર્સ છે.

દરેક SOCIAL MEDIA PLATFORM ઉપર ચાલે છે MODI MAGIC

PM MODI એ આ નવો વિક્રમ હાલ X ઉપર સ્થાપ્યો છે. પરંતુ તેના ઉપરાંત યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર પણ તેમનો પ્રભાવ છે. પીએમ મોદીના યુટ્યુબ પર 25 મિલિયન સબસ્ક્રાઇબર્સ છે જ્યારે ઇન્સ્ટાગ્રામ પર તેમના 91 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. પીએમ મોદી 2009માં X (અગાઉ ટ્વિટર) પ્લેટફોર્મ સાથે જોડાયા હતા. પીએમ મોદીએ રચનાત્મક જોડાણ માટે આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો સતત ઉપયોગ કર્યો છે. તેઓ આ બાબતે ખૂબ જ સક્રિય છે.

આ પણ વાંચો : Kupwara Terrorist Attack: ભારતીય સૈનિકોએ વધુ એક આતંકી જૂથની ઘૂસણખોરી કરી નાકામ

Tags :
Advertisement

.

×