Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

PM Modi દ્વારા સંત રવિદાસજી પ્રતિમાનું અનાવરણ, કહ્યું, ‘ તેઓ એક મહાન સંત હતા’

PM Modi Varanasi Visit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશના વારાણસીમાં મહાન સંત ગુરૂ રવિદાસની 647મીં જ્યંતી સમારોહમાં ઉસ્થિત રહ્યા હતાં. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે પ્રધાનમંત્રી આ કાર્યક્રમમાં ઉપસ્થિત કહ્યા હતાં. આ દરમિયાન જનમેદની સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર...
pm modi દ્વારા સંત રવિદાસજી પ્રતિમાનું અનાવરણ  કહ્યું  ‘ તેઓ એક મહાન સંત હતા’
Advertisement

PM Modi Varanasi Visit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશના વારાણસીમાં મહાન સંત ગુરૂ રવિદાસની 647મીં જ્યંતી સમારોહમાં ઉસ્થિત રહ્યા હતાં. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે પ્રધાનમંત્રી આ કાર્યક્રમમાં ઉપસ્થિત કહ્યા હતાં. આ દરમિયાન જનમેદની સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ‘મહાન સંત ગુરૂ રવિદાસજીના સંદેશોને અપનાવીને આજે ભારત વિકાસના પંથે અગ્રેસર રહ્યું છે. વારાણસીમાં તેમની 647મી જન્મજયંતિ નિમિત્તે આ કાર્યક્રમને સંબોધિત કરી રહ્યો છું.’

લોકોને વિકાસ કાર્યો માટે પ્રધાનમંત્રીએ શુભેચ્છાઓ આપી

પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, ‘બનારસમાં તમારા સૌનું સ્વાગત પણ કરૂ અને સૌનું ધ્યાન પણ રાખું છું. આજે સેંકડો પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. હું તમને સૌને આ વિકાસના કાર્યો માટે શુભેચ્છાઓ આપું છું. હું સંત રવિદાસજીની પ્રતિમાને ફુલ અર્પિત કરવા આવ્યો જેથી મારૂ મન શ્રદ્ધાથી ભરાઈ ગયું છે. કાશીમાં તો વિકાસની ગંગા વહીં રહીં છે.’ વધુમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, ‘ભારતનો ઈતિહાસ સાક્ષી રહ્યો છે કે, જ્યારે પણ દેશનો જરૂર પડી છે. ત્યારે કોઈને કોઈ સંત, ઋષિ અને મહાન વિભૂતિએ ભારતમાં જન્મ લીધો છે. સંત રવિદાસજી ભક્તિ ચળવળના એક મહાન સંત હતા, જેમણે નબળા અને વિભાજીત ભારતને નવી ઉર્જા આપી.’

Advertisement

પીએમ મોદીએ સંત રવિદાસજીના કાર્યોના વખાણ કર્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું કે, ‘રવિદાસજીએ સમાજને આઝાદીને ખરો અર્થ સમજાવ્યો અને સામાજિક વિભાજનને દૂર કરવાનું પણ કામ કર્યું હતું. ઉચ્ચ નીચ, અસ્પૃશ્યતા, ભેદભાવ… આ બધા સામે તેમણે અવાજ ઉઠાવ્ય હતો.’ ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રીએ પોતાના સંબોધન દરમિયાન વારંવાર સંત રવિદાસજીના કાર્યોના ખુબ વખાણ કર્યા હતાં અને અહીં આવ્યાની પોતાની ખુશી પણ વ્યક્ત કરી હતી.આ કાર્યક્રમમાં તેમની સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત રહ્યા હતાં.

Advertisement

પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં દલિતોની પણ વાત કરી

સંત રવિદાસની પ્રતિમાનું ઉદ્ઘાટન કર્યા બાદ જનમેદનીને સંબોધતા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું, 'આજે દરેક દલિત, દેશના દરેક પછાત વ્યક્તિએ એક બીજી વાત ધ્યાનમાં રાખવાની છે. આપણા દેશમાં, ભારતીય ગઠબંધનના લોકો, જેઓ જાતિના નામે ઉશ્કેરવામાં અને લડાવવામાં માને છે, તેઓ દલિતો અને વંચિતોના લાભ માટેની યોજનાઓનો વિરોધ કરે છે. જ્ઞાતિના કલ્યાણના નામે આ લોકો પોતાના પરિવારના સ્વાર્થની રાજનીતિ કરે છે.

13,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનો આજે શિલાન્યાસ

પીએમ મોદી અત્યારે અનેક કાર્યક્રમોને સંબોધિત કરતા 13,000 થી પણ વધુ કરોડ રૂપિયાના પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવા માટે વારાણસી પહોંચી ગયા છે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદી કાલે રાત્રે મોડી વારાણસી આવ્યા હતાં અને શિવપુર-ફુલવરિયા-લહરતારા માર્ગનું નિરીક્ષણ પણ કર્યું હતું. આજે વડાપ્રધાન સંત ગુરુ રવિદાસના જન્મસ્થળની પણ મુલાકાત લેશે, જ્યાં તેઓ પૂજા કરશે અને દર્શન કરશે. આ પછી તેઓ સંત ગુરુ રવિદાસની 647મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં હાજરી આપશે.

આ પણ વાંચો: PM Modi નું જનમેદનીને સંબોધન! કહ્યું કે, ‘કાશી સર્વ જ્ઞાનની રાજધાની છે’

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×