પ્રિયંકા ગાંધી પહોંચ્યા જંતર-મંતર, કુસ્તીબાજોની હડતાળને સમર્થન
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી શનિવારે સવારે કુસ્તીબાજોની હડતાળને સમર્થન આપવા જંતર-મંતર પહોંચ્યા હતા. કોંગ્રેસ સાંસદ દીપેન્દ્ર હુડ્ડા પણ તેમની સાથે હતા. જંતર-મંતર પર કુસ્તીબાજોના ધરણાનો શનિવારે સાતમો દિવસ છે. શુક્રવારે બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ FIR નોંધાયા બાદ પણ કુસ્તીબાજોની હડતાળ...
Advertisement
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી શનિવારે સવારે કુસ્તીબાજોની હડતાળને સમર્થન આપવા જંતર-મંતર પહોંચ્યા હતા. કોંગ્રેસ સાંસદ દીપેન્દ્ર હુડ્ડા પણ તેમની સાથે હતા. જંતર-મંતર પર કુસ્તીબાજોના ધરણાનો શનિવારે સાતમો દિવસ છે. શુક્રવારે બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ FIR નોંધાયા બાદ પણ કુસ્તીબાજોની હડતાળ ચાલુ છે.
યૌન ઉત્પીડનના મામલામાં બે FIR
શુક્રવારે દિલ્હી પોલીસે રેસલિંગ ફેડરેશનના પ્રમુખ વિરુદ્ધ યૌન ઉત્પીડનના મામલામાં બે FIR નોંધી છે. જેમાં સગીર કુસ્તીબાજની ફરિયાદ પર સિંહ વિરુદ્ધ પોક્સો એક્ટ પણ લગાવવામાં આવ્યો છે. દિલ્હી પોલીસે જણાવ્યું છે કે બંને ફરિયાદો પર તપાસ કરવામાં આવી રહી છે. અગાઉ કુસ્તીબાજોને FIR માટે સુપ્રીમ કોર્ટમાં જવું પડતું હતું.
#WATCH दिल्ली: कांग्रेस महासचिव प्रियंका गांधी वाड्रा ने जंतर-मंतर पर कथित यौन उत्पीड़न मामले में WFI प्रमुख बृजभूषण शरण सिंह के खिलाफ प्रदर्शन कर रहे पहलवानों से मुलाकात की। pic.twitter.com/1xh7YVLPr0
— ANI_HindiNews (@AHindinews) April 29, 2023
હડતાલ ચાલુ રહેશે
કુસ્તીબાજોએ કહ્યું કે અમે સુપ્રીમ કોર્ટના આદેશનું સન્માન કરીએ છીએ. પરંતુ હડતાલ ચાલુ રહેશે. તેમણે કહ્યું કે અમને દિલ્હી પોલીસ પર વિશ્વાસ નથી, તે નબળી FIR દાખલ કરી શકે છે.
Advertisement


