Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Puri Jagannath Rath Yatra : જગન્નાથ રથયાત્રામાં ભાગદોડના કારણે એકનું મોત, અનેક ઘાયલ...

પુરી રથયાત્રા (Puri Jagannath Rath Yatra)માં 10 લાખથી વધુ લોકોએ હાજરી આપી હતી. આટલી મોટી ભીડને કારણે રવિવારે (7 જુલાઈ) અચાનક ભાગદોડ જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ સમય દરમિયાન, એક ભક્તનું શ્વાસ રૂંધાવાના કારણે મૃત્યુ થયું હતું. જેની ઓળખ બાલાંગિર...
puri jagannath rath yatra   જગન્નાથ રથયાત્રામાં ભાગદોડના કારણે એકનું મોત  અનેક ઘાયલ

પુરી રથયાત્રા (Puri Jagannath Rath Yatra)માં 10 લાખથી વધુ લોકોએ હાજરી આપી હતી. આટલી મોટી ભીડને કારણે રવિવારે (7 જુલાઈ) અચાનક ભાગદોડ જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ સમય દરમિયાન, એક ભક્તનું શ્વાસ રૂંધાવાના કારણે મૃત્યુ થયું હતું. જેની ઓળખ બાલાંગિર જિલ્લાના લલિત બગરાતી તરીકે કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, 300 થી વધુ લોકો બેભાન થઇ ગયા હતા. જોકે પોલીસે ભાગદોડનો વાત નકારી કાઢી હતી.

Advertisement

પુરી (Puri Jagannath Rath Yatra) જિલ્લા પ્રશાસનના સુત્રોના જણાવ્યા અનુસાર હાથરસમાં ભાગદોડમાં 121 લોકોના મોત બાદ સાંજે 6.30 વાગ્યાની આસપાસ ભગવાન બલભદ્રના રથની નજીક અસ્તવ્યસ્ત સ્થિતિ સર્જાઈ હતી જ્યારે મોટી સંખ્યામાં ભક્તો તેને ખેંચી રહ્યા હતા અને તેમાંથી કેટલાક નીચે પડી જવાથી ઘાયલ થયા હતા.

Advertisement

પોલીસે ભાગદોડનો ઇનકાર કર્યો...

પુરી (Puri Jagannath Rath Yatra)ના SP પિનાક મિશ્રાએ કહ્યું કે, તેઓ આ ઘટના તરફ દોરી જતા સંજોગો જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભક્તોની અભૂતપૂર્વ ભીડ હતી, જેઓ રથને ખેંચવા આતુર હતા. આ કોઈ ભાગદોડ નહતી. ડો.પ્રશાંત કુમાર પટનાયકે જણાવ્યું કે, 300 થી વાદ્ધું શ્રદ્ધાળુઓને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. લગભગ તમામને પ્રાથમિક સારવાર બાદ રજા આપવામાં આવી છે. આરોગ્ય પ્રધાન મુકેશ મહાલિંગ અને વરિષ્ઠ આરોગ્ય અધિકારીઓ પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા પુરી જિલ્લા મુખ્યાલય હોસ્પિટલ પહોંચ્યા.

Advertisement

રાષ્ટ્રપતિએ પુરી રથયાત્રામાં આપી હાજરી...

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુંએ પણ રવિવારે રથયાત્રા (Puri Jagannath Rath Yatra)માં ભાગ લીધો હતો. તેમણે રથને પ્રણામ કર્યા અને દેવતાઓના આશીર્વાદ માંગ્યા. તેમણે દેવી સુભદ્રાનો રથ પણ ખેંચ્યો, ઓડિશાના રાજ્યપાલ રઘુબર દાસ, CM મોહન માઝી અને વિપક્ષી નેતા નવીન પટનાયકે પણ વાર્ષિક રોકાણમાં ભાગ લીધો હતો.

આ પણ વાંચો : Bihar : દરભંગામાં CTET પરીક્ષામાં છેતરપિંડી, બીજાની પરીક્ષા આપતા પકડાયા આટલા ‘મુન્નાભાઈ’

આ પણ વાંચો : PM નરેન્દ્ર મોદી આજે Russia ના પ્રવાસે જશે, કોરોના બાદ પહેલીવાર પુતિનને મળશે…

આ પણ વાંચો : Mumbai : ભારે વરસાદને કારણે મુંબઈમાં સ્થિતિ વણસી, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ…

Tags :
Advertisement

.