Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

RAJASTHAN : સ્કૂલમાં ચાલતા ચાલતા જ વિધાર્થીને આવ્યો HEART ATTACK, CCTV માં ઘટના થઈ કેદ

અત્યારના સમયમાં આપણે જોયું છે કે હ્રદયરોગના હુમલાની સમસ્યા યુવાન વર્ગના લોકોમાં ઘણી આવી ગઈ છે. હવે આપણે જોઈએ છીએ કે અત્યારના સમયમાં 24 કે 25 વર્ષના યુવાનોને પણ હાર્ટ એટેક આવે છે. રાજસ્થાનમાંથી જે ઘટના સામે આવી છે, તે...
rajasthan   સ્કૂલમાં ચાલતા ચાલતા જ વિધાર્થીને આવ્યો heart attack  cctv માં ઘટના થઈ કેદ
Advertisement

અત્યારના સમયમાં આપણે જોયું છે કે હ્રદયરોગના હુમલાની સમસ્યા યુવાન વર્ગના લોકોમાં ઘણી આવી ગઈ છે. હવે આપણે જોઈએ છીએ કે અત્યારના સમયમાં 24 કે 25 વર્ષના યુવાનોને પણ હાર્ટ એટેક આવે છે. રાજસ્થાનમાંથી જે ઘટના સામે આવી છે, તે જાણીને તમને ચોક્કસ ઝટકો લાગશે. રાજસ્થાનમાં શાળાએ જતી વખતે 10મા ધોરણનો વિદ્યાર્થી અચાનક જમીન પર પડી ગયો. દોડી આવેલા શિક્ષકોએ તેને હોસ્પિટલમાં દાખલ કર્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. કહેવામાં આવી રહ્યું છે કે હાર્ટ એટેકના (HEART ATTACK) કારણે તેણે જીવ ગુમાવ્યો હતો. પરિવારે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવાનો ઇનકાર કર્યો હતો. આ ઘટના CCTV માં કેદ થઈ છે. હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ચાલો જાણીએ શું છે સમગ્ર ઘટના

પરિવારના સભ્યોએ પોસ્ટમોર્ટમનો કર્યો અહેવાલ

Advertisement

આ ઘટના રાજસ્થાનના દૌસાના બાંડીકુઇ સ્થિત જ્યોતિબા ફૂલે હાયર સેકન્ડરી સ્કૂલમાં બની હતી. ધોરણ 10 માં ભણતા યતેન્દ્ર ઉપાધ્યાયને સાથે આ ઘટના બની હતી. અહી નોંધનીય વાત એ છે કે, તેનો જન્મદિવસ 5 જુલાઇના રોજ એટલે કે ગઇકાલે જ હતો. બીજા જ દિવસે તે શાળાએ આવ્યો. યતેન્દ્ર ઉપાધ્યાય ક્લાસરૂમની અંદર જઈ રહ્યા હતા ત્યારે અચાનક તેઓ જમીન પર પડી ગયા અને બેભાન થઈ ગયા હતા. તેના બેભાન થતાની સાથે જ નજીકમાં બેઠેલા શિક્ષક દોડી આવ્યા અને તેને ઉપાડીને હોસ્પિટલ લઈ ગયા. ચેકઅપ બાદ ડોક્ટર્સે કહ્યું કે, સ્ટુડન્ટનું હોસ્પિટલ પહોંચતા પહેલા જ મોત થઈ ગયું હતું. મૃત્યુનું સાચું કારણ પોસ્ટમોર્ટમ પછી જાણી શકાયું હોત, પરંતુ પરિવારના સભ્યોએ તેમ કરવાનો ઇનકાર કર્યો હતો.

Advertisement

HEART ATTACK ના કારણે તેમનું મૃત્યુ થયું હોવાની આશંકા

યતેન્દ્ર ઉપાધ્યાયના પરિવારજનો દ્વારા જાણકારી મળી હતી કે, તે બાળપણથી જ હૃદયરોગનો દર્દી હતો, જેના માટે તેની સતત સારવાર ચાલી રહી હતી. જેના કારણે તેને 3 વર્ષ પહેલા પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં હાર્ટ એટેકના કારણે તેમનું મૃત્યુ થયું હોવાની આશંકા છે.

આ પણ વાંચો : Jammu Kashmir News : કુલગામમાં સેનાએ 5 આતંકીઓ ઠાર માર્યા, 1 જવાન શહીદ

Tags :
Advertisement

.

×