Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સ્પાઈસ જેટની મહિલા કર્મચારીએ CISF ના જવાનને થપ્પડ માર્યો, જુઓ Video

Spice Jet Employee Slaps Security Guard : રાજસ્થાન (Rajasthan) માંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આજે ગુરુવારે જયપુર એરપોર્ટ પર બનેલી એક ચોંકાવનારી ઘટના (Shocking Incident) માં સ્પાઈસ જેટ (Spice Jet) ની એક મહિલા કર્મચારીએ CISF (સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ...
સ્પાઈસ જેટની મહિલા કર્મચારીએ cisf ના જવાનને થપ્પડ માર્યો  જુઓ video
Advertisement

Spice Jet Employee Slaps Security Guard : રાજસ્થાન (Rajasthan) માંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આજે ગુરુવારે જયપુર એરપોર્ટ પર બનેલી એક ચોંકાવનારી ઘટના (Shocking Incident) માં સ્પાઈસ જેટ (Spice Jet) ની એક મહિલા કર્મચારીએ CISF (સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ)ના જવાનને થપ્પડ (Slapped a CISF) મારી દીધો હતો. જે બાદ તેની ધરપકડ (Arrested) કરવામાં આવી હતી. આ ઘટનાનો એક વીડિયો (Video) પણ સામે આવ્યો છે.

સ્પાઇસજેટના સ્ટાફે CISF જવાનને થપ્પડ માર્યો

પોલીસના જણાવ્યા અનુસાર, સુરક્ષા તપાસને લઈને બંને વચ્ચે વિવાદ થયો હતો, જ્યારે એરલાઈને તેને જાતીય સતામણીનો ગંભીર મામલો ગણાવ્યો છે. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો છે. થપ્પડ મારનારી મહિલા કર્મચારીનું નામ અનુરાધા રાની છે, જે સ્પાઈસ જેટ (Spice Jet) ની ક્રૂ મેમ્બર છે. ગુરુવારે અનુરાધા રાની સુરક્ષા તપાસ વિના જયપુર એરપોર્ટમાં પ્રવેશી રહી હતી, ત્યારે CISFના ASI ગિરિરાજ પ્રસાદે તેને રોકી હતી. ASIએ વાહન ગેટમાં પ્રવેશવા માટે પરવાનગી પાસ માંગ્યો હતો, જે મહિલા પાસે નહોતો. આના પર CISF ઓફિસરે તેને નજીકના એન્ટ્રી ગેટ પર સ્ક્રીનિંગ કરાવવા કહ્યું, પરંતુ ત્યાં કોઈ મહિલા સ્ટાફ ન હોતી. આ વાતને લઈને મહિલા કર્મચારી ગુસ્સે થઈ ગઈ હતી અને તેણે ASI ગિરિરાજ પ્રસાદ સાથે બોલાચાલી કરી હતી. આ દરમિયાન તેણે ASIને થપ્પડ માર્યો હતો. આ ઘટના બાદ CISFએ મહિલા કર્મચારીની ધરપકડ કરી હતી.

Advertisement

Advertisement

સ્પાઈસજેટે CISF કર્મચારીઓ પર લગાવ્યો આરોપ

સ્પાઈસજેટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે જયપુર એરપોર્ટ પર સ્પાઈસજેટની મહિલા સુરક્ષા કર્મચારી અને CISF જવાન વચ્ચે દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની હતી. સ્ટીલ ગેટ પર કેટરિંગ વાહનને એસ્કોર્ટ કરતી વખતે અમારા મહિલા સુરક્ષા સ્ટાફ પાસે BCAS દ્વારા જારી કરાયેલા માન્ય એરપોર્ટ એન્ટ્રી પાસ હતો. CISFના જવાનોએ તેની સાથે ગેરવર્તણૂક કરી અને તેને ડ્યુટી બાદ તેના ઘરે મળવાનું કહ્યું. સ્પાઈસ જેટ તેની મહિલા કર્મચારી વિરુદ્ધ જાતીય સતામણીના આ ગંભીર કેસમાં તાત્કાલિક કાનૂની કાર્યવાહી કરી રહી છે અને તેણે સ્થાનિક પોલીસનો સંપર્ક કર્યો છે. અમે અમારા કર્મચારીની સાથે મજબૂતીથી ઊભા છીએ અને તેને સંપૂર્ણ સમર્થન આપવા માટે પ્રતિબદ્ધ છીએ.

CISF એ જવાને શું કહ્યું?

CISFના આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર ગિરિરાજ પ્રસાદે પોલીસ સ્ટેશનમાં નોંધાવેલા રિપોર્ટમાં જણાવ્યું હતું કે, તેઓ નાઈટ ડ્યુટી દરમિયાન જયપુર એરપોર્ટના વાહન ગેટ પર હથિયાર સાથે તૈનાત હતા. ત્યારબાદ ગુરુવારે સવારે 4.40 કલાકે સ્પાઈસ જેટની મહિલા કર્મચારી અનુરાધા રાની કારમાં આવી હતી. અનુરાધા જયપુર એરપોર્ટની એર સાઇડના વાહન ગેટમાંથી પસાર થવા માંગતી હતી. પરંતુ CISF મહિલા કર્મચારીઓ વાહન ગેટ પર હાજર ન હોવાથી તેમણે અનુરાધા રાનીને રાહ જોવા કહ્યું. ત્યારબાદ અનુરાધા રાની ઝડપથી એરપોર્ટની અંદર જવાની જીદ કરવા લાગી. મહત્વનું છે કે વાહન ગેટની CISF SOP (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) હેઠળ CISFની મહિલા સ્ટાફ દ્વારા સુરક્ષા તપાસ કર્યા પછી જ મહિલાઓને એરપોર્ટની અંદર જવા દેવામાં આવે છે. આ મુદ્દે જ ચર્ચા શરૂ થઈ હતી. આ પછી ગિરિરાજ પ્રસાદે CISFની મહિલા સ્ટાફ માટે કંટ્રોલ રૂમને સંદેશ આપ્યો હતો.

આ પણ વાંચો - Jammu and Kashmir : ઉધમપુરમાં એન્કાઉન્ટર, આતંકીઓ સાથે એન્કાઉન્ટર, સર્ચ ઓપરેશન ચાલુ…

આ પણ વાંચો - ITBP એ લદ્દાખમાં LAC પાસે ચીનથી લાવવામાં આવેલ 108 KG સોનું ઝડપ્યું

Tags :
Advertisement

.

×