Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Farmers Movement: મંત્રીયો સાથેની બેઠક ફળી ગઈ! ખેડૂતોએ રોકી ‘દિલ્હી ચલો’ કૂચ

Farmers Movement: દેશમાં અત્યારે ખેડૂતો કેટલાય દિવસોથી પોતાની માંગોને લઈને આંદોલન કરી રહ્યા છે. ત્યારે ચોથા રાઉન્ડની વાતચીત બાદ પંજાબ કિસાન મજદૂર સંઘર્ષ સમિતિના મહાસચિવ સર્વન સિંહ પંઢેરે કહ્યું કે ખેડૂતો 21 ફેબ્રુઆરીએ 'દિલ્હી ચલો' કૂચ સાથે આગળ વધવાનું ચાલુ...
farmers movement  મંત્રીયો સાથેની બેઠક ફળી ગઈ  ખેડૂતોએ રોકી ‘દિલ્હી ચલો’ કૂચ
Advertisement

Farmers Movement: દેશમાં અત્યારે ખેડૂતો કેટલાય દિવસોથી પોતાની માંગોને લઈને આંદોલન કરી રહ્યા છે. ત્યારે ચોથા રાઉન્ડની વાતચીત બાદ પંજાબ કિસાન મજદૂર સંઘર્ષ સમિતિના મહાસચિવ સર્વન સિંહ પંઢેરે કહ્યું કે ખેડૂતો 21 ફેબ્રુઆરીએ 'દિલ્હી ચલો' કૂચ સાથે આગળ વધવાનું ચાલુ રાખશે.આ સાથે વધુમાં કહ્યું કે, એમએસપી પર સરકારે આપેલા પ્રસ્તાવ પર પણ તેઓ વિચાર કરશે. ઉલ્લેખનીય છે કે, સોમવારે ચંદીગઢમાં આંદોલન કરતા ખેડૂત સંગઠનો અને કેન્દ્રીય મંત્રીઓ સાથે બેઠક થયા બાદ સર્વન સિંહે મીડિયા સાથે વાત કરી હતી. તમને જણાવી દઈએ કે હાલમાં ખેડૂતોએ દિલ્હી કૂચ અટકાવી દીધી છે.

કિશાન નેતાએ વધુમાં કહ્યું કે, ‘અમે આગામી બે દિવસમાં સરકારના પ્રસ્તાવ પર ચર્ચા કરીશું… સરકાર અન્ય માંગણીઓ પર પણ વિચાર કરશે… જો કોઈ પરિણામ નહીં આવે તો અમે 21મી ફેબ્રુઆરીએ 'દિલ્હી ચલો' કૂચ ચાલુ રાખીશું.’ ખેડૂત નેતાએ વધુમાં કહ્યું કે, સરકાર અને ખેડૂત સંગઠનો આ મામલે સમાધાન શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.

Advertisement

અમે સમસ્યાઓના ઉકેલ શોધવાનો પ્રયાસ કરીશુંઃ સર્વન સિંહ

સર્વન સિંહ પંઢેરે વધુમાં જણાવ્યું કે, ‘અમે સરકારે આપેલા પ્રસ્તાવ પર ચર્ચા કરીશું અને તેના પર વિચાર કરીશું. આ અંગેનો નિર્ણય આજે સવારે, સાંજે કે પછી આવતીકાલે લેવામાં આવશે. મંત્રીઓએ કહ્યું કે તેઓ અન્ય માંગણીઓ પર પછીથી ચર્ચા કરશે. હું દિલ્હી પરત ફરી રહ્યો છું... ચર્ચા 19-20 ફેબ્રુઆરીએ થશે અને 21 ફેબ્રુઆરીએ યોજાનારી 'દિલ્હી ચલો' કૂચ ચર્ચાના આધારે નક્કી કરવામાં આવશે... અમે (સરકાર અને ખેડૂત સંગઠન) સાથે મળીને સમસ્યાઓના ઉકેલ શોધવાનો પ્રયાસ કરીશું.’

Advertisement

વિશેષજ્ઞો સાથે સરકારના પ્રસ્તાવ પર ચર્ચા કરીશું: ખેડૂત સંગઠન

મળતી વિગતો પ્રમાણે ખેડૂત નેતા જગજીત સિંહ ડલ્લેવાલે કહ્યુ કે, સરકારે અમને એક પ્રસ્તાવ આપ્યો છે, જેની દેખરેખ બે સરકારી એજન્સીઓ કરશે. વધુમાં તેમણે કહ્યું કે, અમે અમારા અન્ય સાથિઓ અને વિશેષજ્ઞો સાથે સરકારના પ્રસ્તાવ પર ચર્ચા કરીશું અને પછી અમે કોઈ નિર્ણય પર પહોંચીશું. અમારી કૂચ જ્યા સુધી માંગો પૂરી ના થાય ત્યાં સુધી ચાલું રહેશે. માંગણીઓ સંતોષવા માટે અન્ય ઘણા મુદ્દાઓ પર વાતચીત જરૂરી છે.

આ પણ વાંચો: છેતરપિંડીના કેસમાં Donald Trump ને કોર્ટે ફટકાર્યો 355 મિલિયન US ડોલરનો દંડ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×