Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

દાદાગીરી તો જુઓ... આગ્રા આવેલા યુવકને લોકોએ ભેગા મળી માર્યો ઢોર માર, કારણ ચોંકાવી દેશે

કાયદો હાથમાં લેવો તે ઉત્તર પ્રદેશમાં જાણે સામાન્ય વાત બની ગઇ છે. તાજેતરમાં આગ્રામાંથી એક ચોંકાવનારો વીડિયો સામે આવી રહ્યો છે. મળી રહેલી માહિતી અનુસાર, દિલ્હીથી એક પ્રવાસી આગ્રાની મુલાકાતે આવ્યો હતો, જેને કેટલાક લોકોએ ભેગા મળી લાકડીઓ વડે ખૂબ...
દાદાગીરી તો જુઓ    આગ્રા આવેલા યુવકને લોકોએ ભેગા મળી માર્યો ઢોર માર  કારણ ચોંકાવી દેશે
Advertisement

કાયદો હાથમાં લેવો તે ઉત્તર પ્રદેશમાં જાણે સામાન્ય વાત બની ગઇ છે. તાજેતરમાં આગ્રામાંથી એક ચોંકાવનારો વીડિયો સામે આવી રહ્યો છે. મળી રહેલી માહિતી અનુસાર, દિલ્હીથી એક પ્રવાસી આગ્રાની મુલાકાતે આવ્યો હતો, જેને કેટલાક લોકોએ ભેગા મળી લાકડીઓ વડે ખૂબ માર માર્યો હતો. તમે વિચારતા હશો કે એવું તેણે શું કર્યું કે તેને આ રીતે બધા ભેગા થઇને માર મારી રહ્યા છે. મળતી માહિતીની જો વાત કરીએ તો આ પ્રવાસીની કાર હુમલાખોરોમાંથી એકની કારને સ્પર્શી થઇ હતી.

એક સામાન્ય બાબતે લોકોએ માર્યો ઢોર માર

Advertisement

આગ્રામાં એક પ્રવાસીને લાકડીઓ વડે માર મારવામાં આવ્યો હોવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જો તમારે ગુંડાગીરી જોવી હોય તો આગ્રાનો આ વીડિયો જુઓ. એક વાર આત્મા ધ્રૂજશે, આગ્રા જતા ડરી જશો. વીડિયોમાં આ પ્રવાસીને જાનવરની જેમ માર મારવામાં આવી રહ્યો છે. એક-બે નહીં, લગભગ છ થી સાત લોકો મળીને લાકડીઓ અને લોખંડના સળિયા વડે માર મારી રહ્યા છે. તે પણ બજારની વચ્ચે ખુલ્લેઆમ. મારનારાઓની હિંમત એવી હોય છે કે જાણે તેઓ કોઈથી ડરતા નથી. મારા મારીની ઘટનાનો આ વીડિયો CCTV માં કેદ થયો હતો. મળતી માહિતી મુજબ, પ્રવાસીનું વાહન તાજમહેલથી ફતેહાબાદ રોડ પર આવી રહ્યું હતું.

Advertisement

આગ્રાના તાજગંજ વિસ્તારની બસાઈ ચોકીની ઘટના

આ દરમિયાન કાર યુવકોના વાહન સાથે અથડાઈ હતી. આ પછી, છ થી સાત લોકોએ કારમાંથી બહાર નીકળીને તેને જોરદાર માર મારવાનું શરૂ કર્યું હતું. આ સમગ્ર ઘટના CCTV માં કેદ થઈ ગઈ છે. ACP તાજ સિક્યુરિટી સૈયદ અરીબ અહેમદનું કહેવું છે કે તેમની પાસે CCTV વીડિયો છે. ઘણા લોકો એક યુવકને લાકડીઓ વડે માર મારી રહ્યા છે. તેની ચકાસણી કરવામાં આવી રહી છે. હજુ સુધી તેમની પાસે કોઈ લેખિત ફરિયાદ આવી નથી. સુત્રોના જણાવ્યા અનુસાર આ ઘટના આગ્રાના તાજગંજ વિસ્તારની બસાઈ ચોકીની છે.

CCTV માં કેદ થઇ સમગ્ર ઘટના

આ ક્લિપ એક મીઠાઈની દુકાનમાં લાગેલા CCTV કેમેરા દ્વારા રેકોર્ડ કરવામાં આવી હતી જ્યાં આ ઘટના બની હતી. પ્રવાસી માફી માંગતો રહ્યો, પરંતુ હુમલાખોરોએ તેની વાત ન માની અને લાકડીઓ વડે હુમલો કરવાનું ચાલુ રાખ્યું. પ્રવાસી સાથે બનેલી આ ઘટનાથી આસપાસના લોકો ગુસ્સે થયા છે. આ વ્યક્તિ પોતાને બચાવવા મીઠાઈની દુકાનમાં ઘુસી ગયો હતો, પરંતુ હુમલાખોરો લાકડીઓ સાથે તેની પાછળ દોડ્યા અને દુકાનની અંદર પહોંચ્યા. દુકાનદાર પણ પ્રવાસીને બચાવવા આવ્યો ન હતો. ચાર-પાંચ લોકોએ આ વ્યક્તિને બેરહેમીથી માર માર્યો, આ સમગ્ર હંગામો લાંબા સમય સુધી ચાલ્યો હતો. વીડિયોના જવાબમાં પોલીસે ટ્વિટર પર જાણકારી આપી કે તેમણે આ ઘટના અંગે સંજ્ઞાન લીધું છે. આ ઘટનામાં સંડોવાયેલા પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે અન્ય એક ટ્વિટમાં જણાવ્યું હતું કે અન્ય હુમલાખોરોની શોધ ચાલી રહી છે.

આ પણ વાંચો - સાચો પ્રેમ કોને કહેવાય છે તે દરેક પરિણીત કપલે આ વૃદ્ધ દંપતી પાસેથી શીખવું જોઈએ, Video

આ પણ વાંચો - ટામેટાની સુરક્ષા માટે બાઉન્સર લાગ્યા કામે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×