Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

1 જુલાઇથી થવા જઇ રહ્યા છે આ મોટા ફેરફાર! સીધી તમારા ખિસ્સા પર પડશે અસર

જૂન મહિનો પૂરો થવાનો છે અને ત્રણ દિવસ પછી 1 જુલાઈ છે. જુલાઈની શરૂઆત સાથે, તમારાથી સંબંધિત ઘણી વસ્તુઓ બદલાવવાની સંભાવના છે. આ વસ્તુઓની સીધી અસર તમારા ખિસ્સા પર જોવા મળશે. દર મહિનાની પહેલી તારીખની સાથે આ વખતે પણ કેટલાક...
1 જુલાઇથી થવા જઇ રહ્યા છે આ મોટા ફેરફાર  સીધી તમારા ખિસ્સા પર પડશે અસર
Advertisement

જૂન મહિનો પૂરો થવાનો છે અને ત્રણ દિવસ પછી 1 જુલાઈ છે. જુલાઈની શરૂઆત સાથે, તમારાથી સંબંધિત ઘણી વસ્તુઓ બદલાવવાની સંભાવના છે. આ વસ્તુઓની સીધી અસર તમારા ખિસ્સા પર જોવા મળશે. દર મહિનાની પહેલી તારીખની સાથે આ વખતે પણ કેટલાક ફેરફારોની અપેક્ષા છે. તમારે આ ફેરફારો વિશે જાગૃત રહેવાની જરૂર છે. આ ફેરફારોમાં LPG સિલિન્ડરના દર અને CNG-PNGના ભાવનો સમાવેશ થાય છે. ચાલો 1 જુલાઈથી થતા ફેરફારો વિશે જાણીએ

એલપીજી સિલિન્ડરના દર
ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર કરે છે. એપ્રિલ, મે અને જૂનની પહેલી તારીખે કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી ઘરેલુ સિલિન્ડરના દરમાં કોઈ ફેરફાર થયો નથી. આ વખતે આશા છે કે કોમર્શિયલની સાથે 14 કિલોના એલપીજી સિલિન્ડરના દરમાં પણ ઘટાડો થઈ શકે છે.

Advertisement

Advertisement

ક્રેડિટ કાર્ડ સંબંધિત નિયમ
વિદેશમાં ક્રેડિટ કાર્ડના ખર્ચ પર 1 જુલાઈ, 2023 થી TCS ફી વસૂલવાની જોગવાઈ હોઈ શકે છે. આ હેઠળ, જો તમારો ખર્ચ 7 લાખ કે તેથી વધુ છે, તો તમારે 20 ટકા TCS ચૂકવવો પડશે. શિક્ષણ અને દવા સંબંધિત ખર્ચ પર આ ફી ઘટાડીને 5 ટકા કરવામાં આવશે. વિદેશમાં શિક્ષણ માટે લોન લીધેલ કરદાતાઓએ 7 લાખથી વધુની રકમ પર 0.5 ટકા TCS ફી ચૂકવવી પડશે.

CNG-PNG ભાવ
સીએનજી અને પીએનજીના ભાવમાં ફેરફાર મહિનાની 1લી તારીખે અથવા એલપીજીની જેમ પ્રથમ સપ્તાહ દરમિયાન જોવા મળે છે. દિલ્હી, મુંબઈ અને અન્ય શહેરોની તેલ કંપનીઓ મહિનાના પ્રથમ સપ્તાહમાં જ CNG-PNGના દરમાં ફેરફાર કરે છે. આવી સ્થિતિમાં એવી અપેક્ષા છે કે જુલાઈમાં કિંમતમાં ફેરફાર થઈ શકે છે.

આપણ  વાંચો -થઇ જાઓ સાવધાન, ITR ફાઈલ કરનારાઓ માટે સરકારે કરી મોટી જાહેરાત

Tags :
Advertisement

.

×