Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Maharashtra : બર્થ ડે પાર્ટીમાં દારુ ઓછો પડતાં ત્રણ મિત્રોએ....

Maharashtra : મહારાષ્ટ્ર (Maharashtra) માં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં સામાન્ય ઘટનામાં સનસનીખેજ હત્યાનો બનાવ બન્યો છે. આ ઘટના મહારાષ્ટ્રના કલ્યાણની છે. મળેલી માહિતી મુજબ દારૂના અભાવે ત્રણ યુવકોએ પોતાના જ મિત્રને બિલ્ડિંગમાંથી નીચે ફેંકી દીધો હતો. હાલ...
maharashtra   બર્થ ડે પાર્ટીમાં દારુ ઓછો પડતાં ત્રણ મિત્રોએ
Advertisement

Maharashtra : મહારાષ્ટ્ર (Maharashtra) માં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં સામાન્ય ઘટનામાં સનસનીખેજ હત્યાનો બનાવ બન્યો છે. આ ઘટના મહારાષ્ટ્રના કલ્યાણની છે. મળેલી માહિતી મુજબ દારૂના અભાવે ત્રણ યુવકોએ પોતાના જ મિત્રને બિલ્ડિંગમાંથી નીચે ફેંકી દીધો હતો. હાલ ત્રણેય આરોપીઓ પોલીસના હાથે ઝડપાઈ ગયા છે અને હત્યાનો ગુનો નોંધાયા બાદ કાર્યવાહી હાથ ધરી છે.

મામલો શું હતો

આ ઘટના 27 જૂને ચિંચપાડા ગામમાં બની હતી. અહેવાલ મુજબ, મૃતક કાર્તિક વાયલે ત્રણ મિત્રો નીલેશ ક્ષીરસાગર, સાગર કાલે અને ધીરજ યાદવને જન્મદિવસની ઉજવણી માટે બોલાવ્યા હતા. ચારેય મિત્રો દારુ સાથે બર્થ ડે પાર્ટીની ઉજવણી કરી રહ્યા હતા. દરમિયાન મોડી રાત્રે દારુનો જથ્થો ખતમ થઇ ગયો હતો. નશામાં ધૂત ચારેય મિત્રો વચ્ચે દારુના જથ્થા બાબતે ઝઘડો શરુ થયો હતો.

Advertisement

બાલ્કનીમાંથી નીચે ફેંકી દીધો

ત્યાર બાક જેનો જન્મદિન હતો તે કાર્તિકને તેમાં પોતાનું અપમાન લાગ્યું હતું અને તેણે પાસે પડેલી દારુની એક બોટલ નીલેશના માથામાં ફટકારી હતી અને ત્રણેય જણાને તેમના ઘેર જવાનું જણાવી દીધું હતું અને ત્યારબાદ પોતાની રુમમાં જઇને સુઇ ગયો હતો. આ જોઇને ગુસ્સે ભરાયેલા નિલેશ, સાગર અને ધીરજ તેના રૂમમાં ગયા અને તેને ઉપાડીને બાલ્કનીમાંથી નીચે ફેંકી દીધો હતો. પડી જવાને કારણે કાર્તિક લોહીલુહાણ થઇ ગયો હતો અને તેને ઘણી ઈજાઓ થઈ હતી.

Advertisement

ત્રણ મિત્રોએ કહ્યું કે કાર્તિક કેવી રીતે પડ્યો તેની તેમને ખબર નથી

જ્યારે કાર્તિકના પરિવારજનોએ આ ઘટના અંગે પોલીસને જાણ કરી ત્યારે ત્રણેય મિત્રોએ મળીને પોલીસને ખોટુ જણાવ્યું કે નીલેશ ઘાયલ થયો હતો અને તેને હોસ્પિટલ લઈ ગયા હતા. ત્રણ મિત્રોએ કહ્યું કે કાર્તિક કેવી રીતે પડ્યો તેની તેમને ખબર નથી. જો કે પોલીસે શંકાના આધારે વધુ ઝીણવટભરી તપાસ કરી ત્રણેય યુવકોની ઉંડી તપાસ કરતાં ઘટનાના દિવસનું સમગ્ર રહસ્ય બહાર આવ્યું હતું અને ત્રણેય જણાએ જ પોતાના મિત્રને બાલ્કનીમાંથી નીચે ફેંકી દીધો હોવાનો ઘટસ્ફોટ થય હતો.

આ પણ વાંચો----- Hathras Stampede : જાણો ક્યાં છુપાયો છે હાથરસ મોતના સત્સંગનો બાબા, પોલીસને મળી મોટી સફળતા…

Tags :
Advertisement

.

×