Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

લોકસભામાં રાહુલ ગાંધીના નિવેદન પર હોબાળો, મોદી, શાહ બાદ નડ્ડાએ ઉઠાવ્યો વાંધો

Rahul Gandhi in Lok Sabha : આજે લોકસભામાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી (Congress MP Rahul Gandhi) એગ્રેસન મોડમાં જોવા મળ્યા હતા. તેમણે એક પછી એક ઘણા મુદ્દે કેન્દ્ર સરકાર (Central Government) ને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો. આ દરમિયાન સદનમાં કઇંક...
લોકસભામાં રાહુલ ગાંધીના નિવેદન પર હોબાળો  મોદી  શાહ બાદ નડ્ડાએ ઉઠાવ્યો વાંધો
Advertisement

Rahul Gandhi in Lok Sabha : આજે લોકસભામાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી (Congress MP Rahul Gandhi) એગ્રેસન મોડમાં જોવા મળ્યા હતા. તેમણે એક પછી એક ઘણા મુદ્દે કેન્દ્ર સરકાર (Central Government) ને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો. આ દરમિયાન સદનમાં કઇંક એવું પણ થયું જે સામાન્ય રીતે જોવા મળતું નથી. જ્યારે રાહુલ ગાંધી (Rahul Gandhi) એ હિન્દુઓને હિંસક કહ્યા ત્યારે વડાપ્રધાન મોદી (PM Modi) પોતાના પર કાબુ રાખી શક્યા નહી અને તેઓ પોતાની બેઠક પરથી ઉભા થયા અને ગૃહ સમક્ષ પોતાનો વાંધો નોંધાવ્યો હતો. PM મોદી ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ (Home Minister Amit Shah) અને જેપી નડ્ડા (JP Nadda) એ પણ વાંધો ઉઠાવ્યો હતો. હવે સવાલ એવો થાય છે કે, રાહુલ ગાંધી (Rahul Gandhi) સદનમાં એવું શું બોલ્યા કે ભારે હોબાળો થવા લાગ્યો. આવો જાણીએ આ આર્ટિકલમાં...

રાહુલના નિવદન પર મોદી, શાહે ઉઠાવ્યો વાંધો

રાહુલ ગાંધીના એક નિવેદનથી સદનમાં ભારે હોબાળો થયો હતો. લોકસભામાં આજે રાહુલ ગાંધીએ કહ્યું કે, હિંદુત્વ ડર, નફરત અને જૂઠ ફેલાવતું નથી. પરંતુ જેઓ પોતાને હિંદુ કહે છે તેઓ હિંસા અને નફરત ફેલાવવા માટે 24 કલાક કામ કરે છે. રાહુલ ગાંધીના આ નિવેદન પર ગૃહમાં ભારે હોબાળો થયો હતો અને શાસક પક્ષે રાહુલ ગાંધીના નિવેદન સામે સખત વાંધો વ્યક્ત કર્યો હતો. અમિત શાહે કહ્યું કે રાહુલ ગાંધી નથી જાણતા કે આ દેશના કરોડો લોકો ગર્વથી પોતાને હિંદુ કહે છે. શું આ બધા લોકો હિંસા કરે છે? આ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની જગ્યાએથી ઉભા થયા. સંભવતઃ આ પહેલો પ્રસંગ હતો જ્યારે PM મોદીએ વિપક્ષના નેતાને આ રીતે જવાબ આપ્યો હોય.

Advertisement

Advertisement

તેમણે કહ્યું કે, સમગ્ર હિંદુ સમાજને હિંસક કહેવું ખૂબ જ ગંભીર બાબત છે. જો કે રાહુલ ગાંધીએ તુરંત જ વડાપ્રધાન પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે ભાજપ સંપૂર્ણ હિંદુ સમાજ ન હોઈ શકે. નરેન્દ્ર મોદીજી સંપૂર્ણ હિંદુ સમાજ ના હોઈ શકે. RSS સમગ્ર હિન્દુ સમાજને નિયંત્રિત કરી શકે નહીં. આ પછી પણ તેમણે ભાજપ પર પ્રહાર કરવાનું બંધ ન કર્યું અને સરકારની નીતિઓ વિરુદ્ધ બોલવાનું ચાલુ રાખ્યું.

હિન્દુ સમાજની માફી માંગે રાહુલ ગાંધી : જેપી નડ્ડા

આ પહેલા રાહુલ ગાંધીએ ગૃહમાં ભગવાન શિવની તસવીર દેખાડી હતી, પરંતુ જ્યારે સ્પીકરે તેમને અટકાવ્યા ત્યારે રાહુલે પૂછ્યું કે શું ભગવાન શિવની તસવીર ન બતાવી શકાય? ભગવાન શિવ અભય મુદ્રામાં છે. ગુરુ નાનક જી અભય મુદ્રામાં છે. અભય મુદ્રામાં ભગવાન મહાવીરની તસવીર પણ દર્શાવવામાં આવી હતી. તેમણે કહ્યું કે તમામ મહાપુરુષોએ અહિંસાની વાત કરી, ભય દૂર કરવાની વાત કરી અને કહ્યું કે ડરશો નહીં, ડરશો નહીં. અભય મુદ્રા એટલે ગભરાવું નહીં. હવે મોદી સરકારના મંત્રી અને ભાજપના પૂર્વ અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.

નડ્ડાએ કહ્યું કે, રાહુલ ગાંધીએ હિન્દુ સમાજની માફી માંગવી જોઈએ. વિપક્ષના નેતા હવે 5 વખત સાંસદ છે પરંતુ તેઓ ન તો સંસદીય શિષ્ટાચાર શીખ્યા છે કે ન તો સભ્યતાની કોઈ સમજણ ધરાવે છે.

આ પણ વાંચો - Rahul Gandhi ના હિન્દુઓ પરના નિવેદનથી સંસદમાં હંગામો…

આ પણ વાંચો - Rahul Gandhi in Lok Sabha : ઓમ બિરલા પર કોંગ્રેસ નેતાના અંગત પ્રહાર

Tags :
Advertisement

.

×