PM મોદી પ્રેસ કોન્ફરન્સ કેમ નથી કરતા?
PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેમણે ક્યારેય ઈન્ટરવ્યુ આપવાનો ઈન્કાર કર્યો નથી, જોકે તેમણે મીડિયાની ભૂમિકામાં પરિવર્તન તેમજ લોકો સુધી પહોંચવા માટે સંચારની બહુવિધ પદ્ધતિઓની ઉપલબ્ધતા પર ભાર મૂક્યો હતો.
મીડિયા આજે તે નથી રહ્યું જે પહેલા હતું
જ્યારે PM મોદીને પૂછવામાં આવ્યું કે તેઓ જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે તેની સરખામણીએ તેઓ અત્યારે પ્રેસ કોન્ફરન્સ કેમ નથી કરતા અને ઓછા ઈન્ટરવ્યુ આપે છે? આ સવાલના જવાબમાં પીએમ મોદીએ કહ્યું કે મીડિયાનો એક ચોક્કસ રીતે નકારાત્મક ઉપયોગ થઈ રહ્યો છે અને તેઓ તે મીડિયાથી દૂર રહે છે. કામ બોલે છે પછી મારે બપલવાની શી જરૂર?
વડાપ્રધાને કહ્યું, 'મારે સખત મહેનત કરવી પડશે. મારે ગરીબોના ઘરે જવું છે. હું રિબન કાપીને વિજ્ઞાન ભવનમાં મારો ફોટો પણ મેળવી શકું છું. હું આવું નથી કરતો. હું તો છેક છેવાડાના માનવીને જ મારો ટીકાકાર ગણું છું.
PMએ કહ્યું કે તેઓ નવી વર્ક કલ્ચર લાવ્યા છે. જો તે સંસ્કૃતિ યોગ્ય લાગે તો મીડિયાએ તેને યોગ્ય રીતે રજૂ કરવી જોઈએ, જો ન હોય તો તે ન કરવી જોઈએ. PMમોદીએ કહ્યું હતું કે આજે મીડિયા સ્વતંત્ર નથી રહ્યું.કોરપોરેટની બ્રાન્ડ તળે રાજકીય મહત્વાકાંક્ષા ધરાવનાર ચોક્કસ વ્યક્તિઓના હાથમાં છે એવા લોકોને હું પ્રોત્સાહન આપવાનું ટાળું છું.
મીડિયા હવે અલગ અસ્તિત્વ નથી
વડાપ્રધાને કહ્યું કે પહેલા હું આજતક સાથે વાત કરતો હતો, પરંતુ હવે દર્શકો જાણે છે કે હું કોની સાથે વાત કરી રહ્યો છું (એન્કરોનો ઉલ્લેખ કરીને). મીડિયા હવે અલગ અસ્તિત્વ નથી. અન્ય ઘણા લોકોની જેમ, તમે (એન્કર) પણ તમારી પોતાની બનાવી છે. લોકો તેમના વિચારો જાણે છે.
PM એ મજાકમાં કહ્યું, 'જો વધુને વધુ લોકો મને આ ચૂંટણીમાં જોશે, તો તેઓ મને મિડીયામાં જ જોશે.' તેણે કહ્યું કે પહેલા મીડિયા જ સંદેશાવ્યવહારનું એકમાત્ર સાધન હતું, પરંતુ હવે સંદેશાવ્યવહારના નવા માધ્યમો ઉપલબ્ધ છે .
એમણે ખાસ કહ્યું કે મણિપુરની સમસ્યા પર પ્રધાનમંત્રી પ્રેસ માટે કેમ કૈં બોલતા નથી?.. અને જ્યારે લોકસભામાં મણિપુર વિષે મુદ્દાસર વાત કરી તો વિપક્ષોએ સંસદમાંથી વોકઆઉટ કારેઉ. બસ,કોઈ પણ બહાને એમને મોદી વિરોધ જ કરવો છે. કેટલાક મીડિયા હાઉસ એમને પ્રોત્સાહન આપે છે.
આ પણ વાંચો- હવે એક ‘ગુંડા’ ના દબાણને વશ થઈ ગઈ છે AAP : સ્વાતિ માલીવાલ


