Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

PM મોદી આજે 'ભારતીય શિક્ષા સમાગમ'નું કરશે ઉદઘાટન,યોજના હેઠળ ભંડોળનો પ્રથમ હપ્તો પણ રિલીઝ કરશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે ભારત મંડપમ, પ્રગતિ મેદાન, દિલ્હી ખાતે અખિલ ભારતીય શિક્ષણ સમાગમ સત્રનું ઉદ્ઘાટન કરશે. આ બે દિવસીય કાર્યક્રમનું આયોજન રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020ની ત્રીજી વર્ષગાંઠ નિમિત્તે કરવામાં આવી રહ્યું છે. પીએમ મોદી આ પ્રસંગે 12...
pm મોદી આજે  ભારતીય શિક્ષા સમાગમ નું કરશે ઉદઘાટન યોજના હેઠળ ભંડોળનો પ્રથમ હપ્તો પણ રિલીઝ કરશે
Advertisement

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે ભારત મંડપમ, પ્રગતિ મેદાન, દિલ્હી ખાતે અખિલ ભારતીય શિક્ષણ સમાગમ સત્રનું ઉદ્ઘાટન કરશે. આ બે દિવસીય કાર્યક્રમનું આયોજન રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020ની ત્રીજી વર્ષગાંઠ નિમિત્તે કરવામાં આવી રહ્યું છે. પીએમ મોદી આ પ્રસંગે 12 ભારતીય ભાષાઓમાં શિક્ષણ અને કૌશલ્ય પરના પુસ્તકોનું વિમોચન કરશે અને પીએમશ્રી યોજના હેઠળ ભંડોળનો પ્રથમ હપ્તો પણ રિલીઝ કરશે.

કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન PM Shri યોજના હેઠળ પસંદગીની સરકારી શાળાઓને ભંડોળનો પ્રથમ હપ્તો જાહેર કરશે. આ શાળાઓ વિદ્યાર્થીઓને એવી રીતે શિક્ષણ પ્રદાન કરશે કે તેઓ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 માં પરિકલ્પના મુજબ સમાન, સર્વસમાવેશક અને બહુમતીવાદી સમાજના નિર્માણમાં યોગદાન આપનાર નાગરિક બને.

Advertisement

વડાપ્રધાનના વિઝનથી પ્રેરિત થઈને, NEP 2020નો ઉદ્દેશ્ય યુવાનોને તૈયાર કરવા અને તેમને અમૃત કાલમાં દેશનું નેતૃત્વ કરવા સક્ષમ બનાવવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવ્યો હતો. તેનો ઉદ્દેશ્ય યુવાનોને ભવિષ્યના પડકારોનો સામનો કરવા તૈયાર કરવાનો અને તેમનામાં મૂળભૂત માનવીય મૂલ્યો કેળવવાનો છે. તેના અમલીકરણના ત્રણ વર્ષ દરમિયાન આ નીતિએ શાળા, ઉચ્ચ શિક્ષણ અને કૌશલ્ય શિક્ષણના ક્ષેત્રમાં ક્રાંતિકારી ફેરફારો કર્યા છે.

Advertisement

29મી અને 30મી જુલાઈના રોજ યોજાનાર બે દિવસીય આ કાર્યક્રમમાં શિક્ષણવિદો, ક્ષેત્રના નિષ્ણાતો, નીતિ ઘડવૈયાઓ, ઉદ્યોગના પ્રતિનિધિઓ, શિક્ષકો અને શાળાઓ, ઉચ્ચ શિક્ષણ અને કૌશલ્ય સંસ્થાઓના વિદ્યાર્થીઓ અને અન્ય લોકોને એનઇપી 2020 લાગુ કરવા સંબંધી પોતાની અંતર્દષ્ટિ,સફળતાની ગાથાઓ તથા સર્વોત્તમ રીત-રીવાજોને શેયર કરવા તથા તેને આગળ લઇ જવા માટે રણનીતી તૈયાર કરવા મંચ પ્રદાન કરશે.

Tags :
Advertisement

.

×