Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કોહલી અને ખુદ પોતે ટી-20માં ન રમવા પર રોહીત શર્માએ તોડ્યુ મૌન, જાણો શું આપ્યો જવાબ

ODI વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહ્યો છે. વર્લ્ડ કપ પહેલા ઘણી મોટી હસ્તીઓના નિવેદનો આવી રહ્યા છે. આવી સ્થિતિમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ વિરાટ કોહલી અને પોતે T20 ક્રિકેટ ન રમવા અંગે નિવેદન આપ્યું છે. તેણે કહ્યું...
કોહલી અને ખુદ પોતે ટી 20માં  ન રમવા પર રોહીત શર્માએ તોડ્યુ મૌન  જાણો શું આપ્યો જવાબ
Advertisement

ODI વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહ્યો છે. વર્લ્ડ કપ પહેલા ઘણી મોટી હસ્તીઓના નિવેદનો આવી રહ્યા છે. આવી સ્થિતિમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ વિરાટ કોહલી અને પોતે T20 ક્રિકેટ ન રમવા અંગે નિવેદન આપ્યું છે. તેણે કહ્યું કે ભારતને થાળીમાં સુશોભિત વર્લ્ડ કપ નહીં મળે.

વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા પર રોહિત શર્મા

Advertisement

વર્લ્ડ કપ શરૂ થવામાં બે મહિનાથી પણ ઓછો સમય બાકી છે. આવી સ્થિતિમાં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર ઘણા પ્રયોગો કરવામાં આવી રહ્યા છે. યુવા ખેલાડીઓને ઘણી તકો આપવામાં આવી રહી છે. છેલ્લી બે વનડેમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો હતો અને નવા ખેલાડીઓને તક આપવામાં આવી હતી. હવે T20માં પણ ODI વર્લ્ડ કપ માટે ઘણા ખેલાડીઓને અજમાવવામાં આવી રહ્યા છે. કોહલી અને રોહિત ટી20 નથી રમી રહ્યા. જ્યારે રોહિતને આ અંગે સવાલ પૂછવામાં આવ્યો તો તેણે જોરદાર જવાબ આપ્યો.

Advertisement

રોહિત અને કોહલી ગયા વર્ષના T20 વર્લ્ડ કપ બાદથી T20 ક્રિકેટ નથી રમી રહ્યા. આ જ કારણથી મુંબઈમાં એક કાર્યક્રમમાં રોહિતને પૂછવામાં આવ્યું કે શું પસંદગીકારોએ ટી-20 ક્રિકેટમાં તમને બન્નેને ઓવરસાઇડ કર્યા છે ?

રોહિતે આના પર કહ્યું, 'ગયા વર્ષે પણ અમે આવું જ કર્યું હતું, ત્યારે T20 વર્લ્ડ કપ હતો, અમે ODI ક્રિકેટ નથી રમ્યા અને હવે T20 નથી રમી રહ્યા.' રોહિતે વધુમાં કહ્યું, 'તમે તમામ ફોર્મેટ રમીને વર્લ્ડ કપ માટે ફિટ રહી શકતા નથી. અમે બે વર્ષ પહેલા આ નિર્ણય લીધો હતો. આ દરમિયાન હિટમેને સવાલ કર્યો હતો કે, "રવીન્દ્ર જાડેજા પણ T20 ક્રિકેટ નથી રમી રહ્યો, તમે તેના વિશે પૂછ્યું નથી... હું જાણું છું કે ફોકસ મારા અને વિરાટ પર છે."

ODI વર્લ્ડ કપ જીતવું એ એક સપનું છેઃ રોહિત શર્મા

કેપ્ટન રોહિત શર્માએ ટીમ ઈન્ડિયાની ODI વર્લ્ડ કપ 2023 જીતવાની તકો પર કહ્યું, 'ભારતીય ટીમ ICC ટ્રોફીના દુષ્કાળને ખતમ કરવા માટે બેતાબ છે.' ભારતે છેલ્લે 2013માં ICC ટ્રોફી જીતી હતી. રોહિતે કહ્યું, 'મેં ક્યારેય વનડે વર્લ્ડ કપ જીત્યો નથી, તેને જીતવાનું મારું સપનું છે અને અમે તેના માટે લડીશું. વર્લ્ડ કપ જીત્યા પછી જ હું ખુશ થઈશ. આ દરમિયાન રોહિતે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને સલાહ આપતા કહ્યું કે, 'તમને થાળીમાં વર્લ્ડ કપ સજાવવામાં નહીં આવે, આ માટે તમારે ખૂબ જ મહેનત કરવી પડશે અને અમે 2011થી આ માટે સખત મહેનત કરી રહ્યા છીએ.'

Tags :
Advertisement

.

×