Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રોહિત શર્માન નામે વધુ એક વર્લ્ડ રેકોર્ડ, ડી'વિલિયર્સ અને ક્રિસ ગેલને છોડ્યા પાછળ

ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા વર્લ્ડ કપ 2023માં શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. કપ્તાને અન્ય મેચની જેમ જ નેધરલેન્ડ સામે પણ ખૂબ જ ઉત્કૃષ્ટ શુરૂઆત આપવી હતી. આ મેચમાં પ્રથમ સિક્સ ફટકારતાની સાથે જ રોહિત શર્માએ  વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે...
રોહિત શર્માન નામે વધુ એક વર્લ્ડ રેકોર્ડ  ડી વિલિયર્સ અને ક્રિસ ગેલને છોડ્યા પાછળ
Advertisement

ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા વર્લ્ડ કપ 2023માં શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. કપ્તાને અન્ય મેચની જેમ જ નેધરલેન્ડ સામે પણ ખૂબ જ ઉત્કૃષ્ટ શુરૂઆત આપવી હતી. આ મેચમાં પ્રથમ સિક્સ ફટકારતાની સાથે જ રોહિત શર્માએ  વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. આ વર્લ્ડ કપમાં તેણે ક્રિસ ગેલને પાછળ છોડી દીધો અને સૌથી વધુ આંતરરાષ્ટ્રીય સિક્સર ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો. હવે તેણે વધુ એક સિક્સરનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

રોહિત શર્મા હવે એક વર્ષમાં સૌથી વધુ છગ્ગા મારનાર બેટ્સમેન બની ગયો છે. છેલ્લી મેચમાં તેણે ક્રિસ ગેલને પાછળ છોડીને એબી ડી વિલિયર્સની બરાબરી કરી હતી. હવે આ મેચમાં પોતાનો પહેલો સિક્સ ફટકારીને તે એબીડીથી આગળ નીકળી ગયો.

Advertisement

Advertisement

એક વર્ષમાં સૌથી વધુ ODI સિક્સર

રોહિત શર્મા- 59 છગ્ગા (2023 અત્યાર સુધી)
એબી ડી વિલિયર્સ- 58 છગ્ગા (2015)
ક્રિસ ગેલ- 56 સિક્સર (2019)
શાહિદ આફ્રિદી- 48 સિક્સર (2002)
મોહમ્મદ વસીમ (UAE) - 47 સિક્સર (2023)

100મી આંતરરાષ્ટ્રીય ફિફ્ટી પણ કરી પૂરી  

રોહિત શર્માએ આ ઈનિંગમાં 44 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. તેણે વર્લ્ડ કપ 2023માં 500 રન પણ પૂરા કર્યા અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેની 100મી ફિફ્ટી પણ પૂરી કરી.

રોહિતના નામે ટેસ્ટમાં 16 અડધી સદી, વનડેમાં 55 અને T20 ઈન્ટરનેશનલમાં 29 અડધી સદી છે. સાથે જ, ODI વર્લ્ડ કપમાં તેના નામે આ 13મો ફિફ્ટી પ્લસ સ્કોર હતો. આ મામલે તેણે શાકિબ અલ હસનની બરાબરી કરી હતી. તે હવે આ મામલે વિરાટ કોહલી (14) અને સચિન તેંડુલકર (21)થી પાછળ છે.

આ પણ વાંચો -- ઓસ્ટ્રેલિયન ખેલાડી David Warner એ દિવાળીની પાઠવી શુભકામનાઓ

Tags :
Advertisement

.

×