Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Asia Cup : ટીમ ઈન્ડિયા માટે ખરાબ સમાચાર, Jasprit Bumrah ભારત પરત ફર્યો

એશિયા કપ 2023માં ટીમ ઈન્ડિયાની પાકિસ્તાન સામેની પ્રથમ મેચ વરસાદના કારણે ડ્રોમાં સમાપ્ત થઈ હતી. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ બોર્ડ પર 266 રન બનાવ્યા હતા. જે બાદ પાકિસ્તાનની બેટિંગ વરસાદના કારણે આવી ન હતી. હવે ટીમ ઈન્ડિયા...
asia cup   ટીમ ઈન્ડિયા માટે ખરાબ સમાચાર  jasprit bumrah ભારત પરત ફર્યો
Advertisement

એશિયા કપ 2023માં ટીમ ઈન્ડિયાની પાકિસ્તાન સામેની પ્રથમ મેચ વરસાદના કારણે ડ્રોમાં સમાપ્ત થઈ હતી. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ બોર્ડ પર 266 રન બનાવ્યા હતા. જે બાદ પાકિસ્તાનની બેટિંગ વરસાદના કારણે આવી ન હતી. હવે ટીમ ઈન્ડિયા સોમવારે પોતાની બીજી મેચમાં નેપાળ સામે ટકરાશે. જો કે આ મેચ પહેલા ભારતીય ટીમ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે.

જસપ્રીત બુમરાહ એશિયા કપમાંથી બહાર

Advertisement

ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર Jasprit Bumrah તાજેતરમાં આયર્લેન્ડ પ્રવાસથી ટીમ ઈન્ડિયામાં પરત ફર્યો છે. લગભગ 1 વર્ષ પછી, ભારતીય ચાહકોએ તેમના શ્રેષ્ઠ બોલરને એક્શનમાં જોયો નથી.જોકે, પાકિસ્તાન વિરુદ્ધ એવી આશા હતી કે ફેન્સ જસપ્રિત બુમરાહને તેના જુના ફોર્મમાં જોઇ શકશે પરંતુ આવું થશે કે નહીં તેના પર શંકાના વાદળો જોવા મળી રહ્યા છે. મળતી માહિતી અનુસાર, ભારતે આવતીકાલે એટલે કે 4 સપ્ટેમ્બરે નેપાળ સામે મેચ રમવાની છે. પરંતુ તે પહેલા જસપ્રીત બુમરાહ ભારત પરત ફર્યો છે. જીહા, ભારતીય ઝડપી બોલર જસપ્રીત બુમરાહ એશિયા કપ 2023માં નેપાળ સામેની મેચમાં રમી શકશે નહીં. એવું માનવામાં આવે છે કે ફાસ્ટ બોલર અંગત કારણોસર મુંબઈ પરત ફર્યો છે. બુમરાહે પાકિસ્તાન સામેની પ્રથમ મેચમાં 10માં નંબર પર બેટ વડે ઉપયોગી ઇનિંગ રમી હતી. તેણે 14 બોલ રમ્યા અને ત્રણ ચોગ્ગાની મદદથી 16 રન બનાવ્યા, પરંતુ વરસાદના કારણે મેચ રદ્દ થઈ ગઈ હતી.

Advertisement

બુમરાહે પાકિસ્તાન વિરુદ્ધ બનાવ્યો રેકોર્ડ

આ ઇનિંગના આધારે બુમરાહે અનોખો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. બુમરાહ હવે એશિયા કપમાં પાકિસ્તાન સામે 10માં અથવા તેનાથી નીચેના નંબર પર બેટિંગ કરીને સૌથી વધુ રન બનાવનાર ભારતીય બની ગયો છે. તે ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન સામે નંબર-10 અથવા તેનાથી નીચેના ક્રમે બેટિંગ કરતી વખતે સૌથી વધુ ચોગ્ગા મારનાર ખેલાડી બન્યો હતો. બુમરાહ પાકિસ્તાન સામે 10 કે તેનાથી નીચેના નંબર પર બેટિંગ કરતી વખતે 10 પ્લસ સ્કોર કરનાર એકમાત્ર ભારતીય બન્યો હતો. બુમરાહની ઉપયોગી ઇનિંગ્સના આધારે ભારતે પાકિસ્તાન સામે 266 રન બનાવ્યા હતા. વરસાદના કારણે પાકિસ્તાનની ઇનિંગ્સ શરૂ થઈ શકી ન હતી અને મેચ રદ્દ થઈ હતી. જોકે, અપડેટ એ છે કે બુમરાહ આ વખતે ઈજાગ્રસ્ત નથી અને તે સુપર 4ની તમામ મેચમાં રમશે. પરંતુ તે પહેલા ટીમ ઈન્ડિયાને નેપાળ સામે જીતની જરૂર છે. બુમરાહની જગ્યાએ મોહમ્મદ શમી નેપાળ સામે બોલિંગ લાઇન અપની આગેવાની કરતો જોવા મળશે. કરો યા મરો મેચ પહેલા બુમરાહનું બહાર થવું ટીમ ઈન્ડિયા માટે મોટો ઝટકો છે.

સુપર4ની જંગમાં ભારતની શું છે સ્થિતિ ?

બુમરાહ લગભગ એક વર્ષ બાદ ગયા મહિને જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પરત ફર્યો હતો. જોકે, બુમરાહ ટૂર્નામેન્ટની સુપર-4 મેચો માટે ઉપલબ્ધ રહેશે. ગ્રુપ Aમાં નેપાળ સામેની જીત અને કટ્ટર હરીફ ભારત સામેની મેચ રદ્દ થયા બાદ પાકિસ્તાન ત્રણ પોઈન્ટ સાથે સુપર-4 માટે ક્વોલિફાઈ થઈ ગયું છે. હવે ભારત (1 પોઈન્ટ) અને નેપાળ (0 પોઈન્ટ)ને સુપર-4 રાઉન્ડ માટે ક્વોલિફાઈ કરવા માટે તેમની આગામી મેચો જીતવી પડશે. મંગળવારે ભારત અને નેપાળ (IND vs NEP) વચ્ચેની મેચમાં વરસાદની સંભાવના છે. જો વરસાદના કારણે મેચ રદ્દ થશે તો ભારત બે પોઈન્ટ સાથે સુપર-4માં પહોંચી જશે.

આ પણ વાંચો - નહીં સુધરે…! પાકિસ્તાનના પૂર્વ PM એ ટીમ ઈન્ડિયાના ટોપ ઓર્ડરને લઇને માર્યો આવો ટોણો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.

×