વરસાદના કારણે GT vs KKR ની મેચમાં પડ્યો ખલેલ, ગુજરાત ટાઈટન્સના માથે શંકાના વાદળ!
GT vs KKR : IPL 2024 ની 63 મી મેચ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં ગુજરાત ટાઈટન્સ અને કોલકતા નાઈટ રાઈડર્સ (GT vs KKR) વચ્ચે રમાવાની છે. જોકે, મેચ સાંજે 7.30 વાગ્યે શરૂ થવાની હતી પણ અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ પડતા મેચમાં પણ ખલેલ પડ્યો છે. મળી રહેલી માહિતી અનુસાર, મેચ 9 વાગ્યા પછી પણ રમાવાની સંભાવના છે. ગુજરાત ટાઈટન્સ (Gujarat Titans) ની ટીમ આજે મેચ રમાય તેવી જ પ્રાર્થના કરતા હશે, કારણ કે જો આજે મેચ ન રમાય તો ગુજરાત પ્લેઓફ (Playoffs) ની રેસમાંથી બહાર થઇ જશે.
આજે મેચ ન રમાઈ તો GTનું સ્થાન જોખમમાં...!
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે IPLની મેચ ગુજરાત ટાઇટન્સ અને કોલકતા નાઇટ રાઇડર્સ વચ્ચે રમાવાની છે. આ ટૂર્નામેન્ટની 63 મી મેચ અને બંને ટીમોની 13મી લીગ મેચ છે. વરસાદના વિક્ષેપને કારણે મેચ શરૂ થવામાં વિલંબ થઈ રહ્યો છે. હજુ સુધી ટોસ પણ થયો નથી. પિચ કવરથી ઢંકાયેલી છે. GT અને KKR વર્તમાન સિઝનમાં પ્રથમ વખત ટકરાશે. જો શુભમન ગિલની આગેવાની હેઠળની ગુજરાતની ટીમ આજે KKR સામે જીત નોંધાવે છે, તો તેની પ્લેઓફની આશા જીવંત રહેશે. GT ને પ્લેઓફમાં સ્થાન મેળવવા માટે ચમત્કારની આશા છે કારણ કે બે મેચ જીતવા ઉપરાંત અન્ય ટીમોના પરિણામો પણ મહત્વપૂર્ણ રહેશે. વળી આજે વરસાદના કારણે જો મેચ ન રમાઈ તો ગુજરાત ટાઈટન્સની ટીમની આ ટૂર્નામેન્ટમાં આગળ વધવાની સંભાવનાઓ પર પૂર્ણ વિરામ આવી જશે. GT ના 12 મેચમાં 5 જીત અને 7 હાર બાદ 10 પોઈન્ટ છે અને ટીમ પોઈન્ટ ટેબલમાં આઠમા ક્રમે છે. શ્રેયસ અય્યરની કપ્તાનીવાળી KKR ને પ્લેઓફની ટિકિટ મળી ગઈ છે અને તે 18 પોઈન્ટ સાથે તે ટોચ પર છે. તેણે 9 મેચ જીતી છે અને 3 માં હારનો સામનો કરવો પડ્યો છે.
🚨 Update 🚨
The covers are still on in Ahmedabad causing a delay in the toss 😞
Stay tuned for further updates
Follow the Match ▶️ https://t.co/8kHW1lKneo#TATAIPL | #GTvKKR pic.twitter.com/oXiMOc5g03
— IndianPremierLeague (@IPL) May 13, 2024
વરસાદે વધારી GT ની ચિંતા
અમદાવાદમાં આજે ગુજરાત ટાઈટન્સ અને કોલકતા નાઈટ રાઈડર્સ વચ્ચે મેચ રમાવાની છે. જેમા વરસાદે વિઘ્ન ઉભુ કર્યું છે. જેણે હવે ગુજરાત ટાઇટન્સ (GT) ની ચિંતા વધારી છે. અમદાવાદમાં અવિરત વરસાદ પડી રહ્યો છે. જેના કારણે કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચ પર સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે. મેચમાં હજુ સુધી ટોસ થયો નથી. આમાં સતત વિલંબ થઈ રહ્યો છે. જેના કારણે ગુજરાત ટાઇટન્સના હૃદયના ધબકારા વધી ગયા છે. જો આ મેચ નહીં રમાય તો ગુજરાતની ટીમ પ્લેઓફમાંથી બહાર થઈ જશે.વાસ્તવમાં, ગુજરાતની ટીમ 10 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં આઠમાં સ્થાને છે. જો ટીમ પ્લેઓફની રેસમાં ટકી રહેવા માંગતી હોય તો તેણે કોઈપણ ભોગે તેની બાકીની બંને મેચ જીતવી પડશે. જો KKR સામેની મેચ વરસાદને કારણે ધોવાઈ જશે તો બંને ટીમોને 1-1 પોઈન્ટ મળશે.
આ પણ વાંચો - IPL 2024 : Playoffs ની રેસમાંથી બહાર થઇ શકે છે CSK, જાણો કેવી રીતે
આ પણ વાંચો - RCB VS DC : RCB ની પ્લેઓફમાં પહોંચવાની આશાઓ યથાવત, દિલ્હી સામે મળી BOLD VICTORY