Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ind vs Pak : વરસાદના કારણે ભારત-પાક મેચ રદ

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ વરસાદના કારણે રદ્દ કરવામાં આવી છે. બંને ટીમોને એક-એક પોઈન્ટ આપવામાં આવ્યો છે. આ સાથે પાકિસ્તાનની ટીમ ત્રણ પોઈન્ટ સાથે સુપર-4માં પહોંચી ગઈ છે. જો ભારત નેપાળ સામે હારી જશે તો એશિયા કપમાંથી બહાર થઈ...
ind vs pak   વરસાદના કારણે ભારત પાક મેચ રદ
Advertisement
ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ વરસાદના કારણે રદ્દ કરવામાં આવી છે. બંને ટીમોને એક-એક પોઈન્ટ આપવામાં આવ્યો છે. આ સાથે પાકિસ્તાનની ટીમ ત્રણ પોઈન્ટ સાથે સુપર-4માં પહોંચી ગઈ છે. જો ભારત નેપાળ સામે હારી જશે તો એશિયા કપમાંથી બહાર થઈ જશે. આવી સ્થિતિમાં સુપર-4માં પહોંચવા માટે ટીમ ઈન્ડિયાને નેપાળ સામેની મેચ કોઈપણ ભોગે જીતવી પડશે. ભારત અને પાકિસ્તાન ફરી એકવાર સુપર-4માં ટકરાશે.
ભારતે પહેલી ઇનિંગમાં 266 રન બનાવ્યા હતા
ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ 2023ની ત્રીજી મેચ વરસાદને કારણે રદ જાહેર કરવામાં આવી છે. ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાન સામે વરસાદથી પ્રભાવિત એશિયા કપ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ઈશાન કિશન અને હાર્દિક પંડ્યાની સદીની ભાગીદારીને કારણે 48.5 ઓવરમાં તમામ વિકેટ ગુમાવીને 266 રન બનાવ્યા હતા. ભારતનો દાવ ખતમ થયા બાદ તરત જ વરસાદ પડ્યો હતો, જેના કારણે મેચ શરૂ થઈ શકી નહોતી. અમ્પાયરે 9 વાગે મેદાનનું નિરીક્ષણ કર્યા બાદ પાકિસ્તાનને સુધારેલું લક્ષ્ય મળ્યું. પરંતુ વરસાદના કારણે મેચ શરૂ થઈ શકી ન હતી, જે બાદ અમ્પાયરે મેચ રદ્દ કરવાનો નિર્ણય લીધો હતો.

વરસાદના કારણે ભારતને નુકશાન
અગાઉ, ભારતીય ઇનિંગ્સ દરમિયાન વરસાદને કારણે બે વિક્ષેપો આવ્યા હતા, જેના કારણે ભારતને નુકસાન થયું હતું અને પાકિસ્તાન વિકેટ લેવામાં સફળ રહ્યું હતું. પ્રથમ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમને પહેલો ઝટકો કેપ્ટન રોહિત શર્માના રૂપમાં લાગ્યો હતો. શાહીન આફ્રિદીએ તેને ક્લીન બોલ્ડ કર્યો હતો. રોહિત 11 બોલમાં 22 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી વિરાટ કોહલી પણ લાંબો સમય ક્રિઝ પર ટકી શક્યો નહોતો અને સાત બોલમાં ચાર રન બનાવીને આઉટ થયો હતો. લગભગ 5 મહિના પછી વાપસી કરી રહેલો શ્રેયસ અય્યર સારા ફોર્મમાં દેખાઈ રહ્યો હતો પરંતુ 9 બોલમાં માત્ર 14 રન જ બનાવી શક્યો હતો. શુભમન ગીલે 10 રન બનાવ્યા હતા. આ પછી ઈશાન કિશન અને હાર્દિક પંડ્યા વચ્ચે પાંચમી વિકેટ માટે 141 બોલમાં 138 રનની ભાગીદારી થઈ હતી. ઈશાન કિશને 81 બોલમાં 9 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 82 રન બનાવ્યા હતા. હાર્દિક 90 બોલમાં 87 રન બનાવીને આઉટ થયો હતો. આ બંને સિવાય કોઈ પણ ભારતીય બેટ્સમેન 20 રનના આંકને સ્પર્શી શક્યો નહોતો. પાકિસ્તાન તરફથી ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદીએ ચાર, હરિસ રઉફ અને નસીમ શાહે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી.
Advertisement
Tags :
Advertisement

.

×