Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સચિન તેંડુલકર સાથે ક્રિકેટ રમતા જોવા મળ્યો MC Stan, જુઓ Video

બિગ બોસ સીઝન 16 જીત્યા બાદ રેપર MC Stan ની ફેન ફોલોઈંગ વધી છે. જ્યારે તેણે વિજેતાની ટ્રોફી ઉપાડી ત્યારથી તે ચર્ચામાં છે. હાલમાં જ તે ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકર સાથે જોવા મળ્યો હતો. આ દરમિયાન બંનેએ સાથે ક્રિકેટ...
સચિન તેંડુલકર સાથે ક્રિકેટ રમતા જોવા મળ્યો mc stan  જુઓ video
Advertisement

બિગ બોસ સીઝન 16 જીત્યા બાદ રેપર MC Stan ની ફેન ફોલોઈંગ વધી છે. જ્યારે તેણે વિજેતાની ટ્રોફી ઉપાડી ત્યારથી તે ચર્ચામાં છે. હાલમાં જ તે ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકર સાથે જોવા મળ્યો હતો. આ દરમિયાન બંનેએ સાથે ક્રિકેટ પણ રમી હતી. તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વીડિયો થયો વાયરલઆ ટૂંકી ક્લિપ સ્ટેને પોતે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરી છે. સાથે જ તેણે સચિન સાથેની પોતાની તસવીરો પણ પોસ્ટ કરી છે. વાયરલ ક્લિપમાં બંને એક ઈવેન્ટ દરમિયાન ક્રિકેટની મજા લેતા જોઈ શકાય છે. વીડિયોમાં જ્યાં સ્ટેન બોલિંગ કરી રહ્યો છે. સાથે જ સચિન બેટીંગ કરી રહ્યો છે. તેની આ પોસ્ટ પર ફેન્સ ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ પોસ્ટ પર કોમેન્ટ કરતાં એક પ્રશંસકે લખ્યું, "ગોડ ઓફ રેપિંગ વિથ ક્રિકેટ ઓફ ગોડ." અન્ય એક યુઝરે લખ્યું, "હું રેપર નથી, પરંતુ બોલર છું." અન્ય એક યુઝરે લખ્યું, "એક ક્રિકેટ કા બાદશાહ અને એક હિપ હોપ ડોન. આ સિવાય ઘણા યુઝર્સ આ પોસ્ટ પર ફાયર ઈમોજી પણ શેર કરી રહ્યા છે.બિગ બોસ જીતીને સ્ટેન લોકપ્રિય બન્યો હતોવર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, સ્ટેને તાજેતરમાં જ બિગ બોસ 16 જીત્યો છે. આ જીત બાદ દેશભરમાં તેના ફોલોઅર્સની સંખ્યામાં જબરદસ્ત વધારો થયો છે. બીજી તરફ સચિન વિશે વાત કરીએ તો તે IPL 2023માં મુંબઈ ઈન્ડિયન્સ સાથે મેન્ટર તરીકે જોડાયેલો છે. તે ઘણીવાર મેચ દરમિયાન ખેલાડીઓ સાથે પોતાના અનુભવો શેર કરતો જોવા મળે છે.

Advertisement

આ પણ વાંચો - દિલ્હી કેપિટલ્સના સામાનની થઈ ચોરી, 17 લાખના BATS થયા ગુમ

Advertisement

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

અહેવાલ - રવિ પટેલ

Tags :
Advertisement

.

×