A MI-ghty special victory! 😎
The Mumbai Indians win by 81 runs and progress to the #Qualifier2 of #TATAIPL 2023 👏🏻👏🏻
Scorecard ▶️ https://t.co/CVo5K1wG31#TATAIPL | #Eliminator | #LSGvMI pic.twitter.com/77zW6NmInn
— IndianPremierLeague (@IPL) May 24, 2023
26
IPL 2023 ની એલિમિનેટર મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે લખનૌ સુપર જાયન્ટ્સને 81 રને હરાવ્યું હતું. આ જીત સાથે મુંબઈએ બીજા ક્વોલિફાયરમાં જગ્યા બનાવી લીધી છે. મુંબઈની જીતમાં આકાશ મધવાલે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે ખતરનાક બોલિંગ કરતા 5 વિકેટ ઝડપી હતી. પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ 183 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં લખનૌના ખેલાડીઓ માત્ર 101 રન જ બનાવી શક્યા હતા. હવે મુંબઈની ટીમ બીજા ક્વોલિફાયરમાં ગુજરાત ટાઇટન્સ સામે મેદાનમાં ઉતરશે.
મુંબઈ આ જીત સાથે બીજા ક્વોલિફાયરમાં પહોંચી
રોહિત શર્માની કેપ્ટન્સીવાળી મુંબઈ આ જીત સાથે બીજા ક્વોલિફાયરમાં પહોંચી ગઈ છે. બીજા ક્વોલિફાયરમાં મુંબઈનો સામનો ગુજરાત ટાઇટન્સ સામે થશે. આ મેચ 26 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ગુજરાતને પ્રથમ ક્વોલિફાયરમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જે ટીમ બીજા ક્વોલિફાયરમાં જીતશે તે ફાઇનલમાં ચેન્નાઈ સામે ટકરાશે.
લખનૌની ઈનિંગ્સ પત્તાની જેમ વેરવિખેર થઈ ગઈ
માર્કસ સ્ટોઇનિસે 27 બોલમાં 40 રન બનાવ્યા હતા. તેણે 5 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. ઓપનર કાયલ મેયર્સ 13 બોલમાં 18 રન બનાવીને આઉટ થયો હતો. પ્રેરક માંકડ 3 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. કૃણાલ પંડ્યા પણ કંઈ ખાસ કરી શક્યો નહોતો. તે 8 રન બનાવીને આઉટ થયો હતો. આયુષ બદોની એક રન બનાવી આઉટ થયો હતો. નિક્લસ ખાતું પણ ખોલી શક્યો ન હતો. દીપક હુડ્ડાએ 13 બોલમાં 15 રન બનાવ્યા હતા. કૃષ્ણપ્પા ગૌતમ 2 રન બનાવીને આઉટ થયો હતો. લખનૌની આખી ઈનિંગ્સ પત્તાના પોટલાની જેમ વિખરાઈ ગઈ. ઓલઆઉટ થતાં સુધી ટીમ 16.3 ઓવરમાં 101 રન જ બનાવી શકી હતી.
મુંબઈ માટે માધવાલની ખતરનાક બોલિંગ
મુંબઈ માટે આકાશ માધવાલે ખતરનાક બોલિંગ કરી હતી. તેણે 3.3 ઓવરમાં માત્ર 5 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. મધવાલે પ્રેરક માંકડ, આયુષ બદોની, નિકોલસ પૂરન, રવિ બિશ્નોઈ અને મોહસીન ખાનને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. મધવાલની સાથે ક્રિસ જોર્ડને પણ સારી બોલિંગ કરી હતી. તેણે 2 ઓવરમાં 7 રન આપીને એક વિકેટ લીધી હતી. એક મેડન ઓવર પણ કરી હતી. પિયુષ ચાવલાને પણ એક સફળતા મળી.
મુંબઈ માટે ગ્રીન-વઢેરાએ શાનદાર ઇનિંગ્સ રમી
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 182 રન બનાવ્યા હતા. આ દરમિયાન કેમરૂન ગ્રીને 41 રનની ઉપયોગી ઇનિંગ રમી હતી. તેણે 23 બોલમાં 6 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. નેહલ વઢેરાએ 12 બોલમાં 23 રન બનાવ્યા હતા. તેણે 2 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. સૂર્યકુમાર યાદવે 20 બોલમાં 33 રન બનાવ્યા હતા. સૂર્યાએ પણ બે ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા હતા. તિલક વર્માએ 26 રન અને ટિમ ડેવિડે 11 રન બનાવ્યા હતા. ઓપનર ઈશાન કિશન 15 રન બનાવીને આઉટ થયો હતો. રોહિત શર્મા માત્ર 11 રન બનાવી શક્યો હતો.
લખનૌ માટે યશ-નવીન દ્વારા શાનદાર બોલિંગ
લખનૌ તરફથી યશ ઠાકુરે 4 ઓવરમાં 34 રન આપીને 3 વિકેટ લીધી હતી. નવીન-ઉલ-હકે 4 ઓવરમાં 38 રન આપીને 4 વિકેટ લીધી હતી. મોહસીન ખાને 3 ઓવરમાં 24 રન આપીને એક વિકેટ લીધી હતી. રવિ બિશ્નોઈ, કૃણાલ પંડ્યા અને ગૌતમને એક પણ વિકેટ મળી ન હતી.