Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

MUMBAI માં CHAMPIONS ના સ્વાગત માટે ઊમટ્યું માનવ મહેરામણ; સર્જાયા અવિશ્વનિય દ્રશ્યો!

MUMBAI : જે ઘડીની રાહ ભારતવાસીઓ લાંબા સમયથી જોઈ રહ્યા હતા, તે ક્ષણ આખરે આવી ગઈ છે. ભારતની ટીમે 17 વર્ષ બાદ T20 વિશ્વકપ પોતાના નામે કર્યો છે. ભારતના વિશ્વકપ જીતતાની સાથે જ ભારતભરમાં ખુશીની લહેર જાણે આવી ગઈ છે....
mumbai માં champions ના સ્વાગત માટે ઊમટ્યું માનવ મહેરામણ  સર્જાયા અવિશ્વનિય દ્રશ્યો
Advertisement

MUMBAI : જે ઘડીની રાહ ભારતવાસીઓ લાંબા સમયથી જોઈ રહ્યા હતા, તે ક્ષણ આખરે આવી ગઈ છે. ભારતની ટીમે 17 વર્ષ બાદ T20 વિશ્વકપ પોતાના નામે કર્યો છે. ભારતના વિશ્વકપ જીતતાની સાથે જ ભારતભરમાં ખુશીની લહેર જાણે આવી ગઈ છે. તોફાનના કારણે બાર્બાડોસમાં ફસાયેલી ટીમ ઈન્ડિયા આજે એટલે કે બુધવારે દેશ પહોંચી ગઈ છે. વિશ્વકપ જીત્યા બાદ CHAMPIONS નું ધમાકેદાર સ્વાગત મુંબઈ ખાતે કરવામાં આવ્યું છે. વિશ્વકપ જીતવાના સન્માનમાં મુંબઈના મરીન ડ્રાઈવ ખાતે વિજય પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. વરસાદ હોવા છતાં, વિજેતાઓને સન્માનવા માટે મોટી સંખ્યામાં લોકો અહીં એકઠા થયા છે.

મુંબઈમાં ભારતીય ટીમનું ભવ્ય સ્વાગત

Advertisement

29 જૂનના રોજ barbados માં ભારતની ટીમે દક્ષિણ આફ્રિકા સામે 7 રનથી વિજય મેળવીને ઇતિહાસ સર્જ્યો હતો. પરંતુ બાર્બાડોસના મેદાન પર ફાઈનલ મેચ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા ત્યાં આવેલા ચક્રવાતી તોફાનના કારણે તરત જ નીકળી શકી ન હતી.

Advertisement

ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓ બાર્બાડોસથી એર ઈન્ડિયાની સ્પેશિયલ ફ્લાઈટ દ્વારા સીધા દિલ્હી પહોંચ્યા બાદ હોટલ માટે રવાના થયા હતા, ત્યારબાદ ટીમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે સવારે 11 વાગ્યે પીએમ આવાસ પર પહોંચી હતી.

હવે ટીમ ઈન્ડિયા વિજય પરેડ માટે મુંબઈ પહોંચી ગઈ છે. મુંબઈમાં તેમનું જોરશોરથી સ્વાગત હજારોની સંખ્યામાં આવેલી ભીડ દ્વારા કરવામાં આવ્યું છે. વર્ષ 2011 બાદ આખરે ફરી એક વખત મુંબઈની ગલીઓ ભારતની જીતના જશ્નથી ઝૂમી ઉઠી છે.

વાનખેડેમાં ઉમટ્યા હજારો ફેન્સ

ભારતની ટીમનું સ્વાગત કરવા માટે જાણે આખા ભારતના ક્રિકેટ ફેન્સ મુંબઈ પહોંચી ગયા હોય તેવું લાગી રહ્યું છે. ખૂબ જ મોટી સંખ્યામાં ભારતના ઝંડા અને ખેલાડીઓના નામના પોસ્ટર સાથે વાજતે ગાજતે ટીમ ઈન્ડિયાના ચેમ્પિયન ખેલાડીઓનું ખાસ સ્વાગત કરવામાં આવ્યું છે. વાનખેડેમાં ભારતીય ટીમના ખેલાડીઓની victory lap યોજાવવાની છે. જેને લઈને લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વાનખેડે સ્ટેડિયમની અંદર હજારો ક્રિકેટ ચાહકો બેઠા છે. સ્ટેડિયમની અંદર ટીમ ઈન્ડિયાનો સતત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાથે જ ટીમ ઈન્ડિયાના સ્વાગત માટે ઢોલ પણ વગાડવામાં આવી રહ્યા છે.

ટીમ ઈન્ડિયાના વિમાનને અપાયું ખાસ સેલ્યુટ

ભારતીય ટીમના પ્લેનનું મુંબઈ એરપોર્ટ પર વિશેષ સન્માન કરવામાં આવ્યું છે. ભારતીય ટીમની ફ્લાઈટ મુંબઈ પહોંચતા જ તેમનું વોટર સેલ્યુટ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ખાસ સ્વાગતનો વિડીયો હાલ સોશિયલ મીડિયા ઉપર ઘણો વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે એરપોર્ટના દ્વારા ખાસ પાણીથી ખાસ સન્માન સેલ્યુટ અપાયું હતું.

આ પણ વાંચો : વર્લ્ડ ચેમ્પિયન્સને ભારત લાવ્યું હતું આ વિમાન, હવે આ નામે ઓળખાશે

Tags :
Advertisement

.

×