WORLD CHAMPION બન્યા બાદ પણ INDIA LEGENDS ની ટીમે શા માટે માંગવી પડી માફી?
ભારતના ભૂતપૂર્વ સ્ટાર ખેલાડીઓએ WORLD CHAMPIONSHIP OF LEGENDS માં ભાગ લીધો હતો.આ ટુર્નામેન્ટમાં વેસ્ટ ઇન્ડીસ, પાકિસ્તાન, ઇંગ્લૈંડ, ઓસ્ટ્રેલિયા જેવી ટીમોએ ભાગ લીધો હતો.જેમાં બધી જ ટીમોના ભૂતપૂર્વ ખેલાડીઓએ ભાગ લીધો હતો.આ ટુર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાનની ટીમ ફાઇનલમાં પહોંચી હતી.જેમાં ભારતની ટીમને જીત મળી હતી અને INDIA LEGENDS ની ટીમને યુવરાજ સિંહની કપ્તાનીમાં ટુર્નામેન્ટમાં જીત મળી હતી.INDIA LEGENDS ની ટીમે ટાઇટલ જીત્યા બાદ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ શેર કરી હતી. જે આગળ જતા ચર્ચાનો વિષય બની હતી. હવે આ મામલે ભારતના સ્ટાર સ્પિનર હરભજન સિંહે ખુલાસો આપવો પડયો છે. ચાલો જાણીએ શું છે સમગ્ર બાબત
SOCIAL MEDIA પરનો વિડીયો બન્યો હતો ચર્ચાનો વિષય
Winning celebrations from Yuvraj Singh, Harbhajan and Raina. 🤣🔥 pic.twitter.com/mgrcnd8GpH
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 14, 2024
INDIA LEGENDS ની ટીમે WORLD CHAMPIONSHIP OF LEGENDS નું ટાઇટલ જીત્યા બાદ પોતાની ખુશી વ્યક્ત કરતા એક વિડીયો શેર કર્યો હતો. હરભજન સિંહના સોશિયલ મીડિયા ઉપર આ વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ વિડીયો યુવરાજ સિંહ,સુરેશ રૈના અને ગુરકીરત માન સાથે મળીને વીડિયો બનાવ્યો હતો.આ વિડીયોમાં જોઈ શકાય છે તે રીતે બધા ખેલાડીઓ વિકલાંગની જેમ ચાલતા દેખાય છે.જ્યાં તેમણે કેપ્શનમાં લખ્યું કે 15 દિવસ ક્રિકેટ રમ્યા બાદ તેમની હાલત આવી થઈ ગઈ છે ચાહકોને તેનો વીડિયો પસંદ ન આવ્યો અને તેને આ માટે ભારે ટ્રોલીંગનો સામનો કરવો પડ્યો.લોકોને લાગ્યું હતું કે આ વિડીયોમાં તેઓ વિકલાંગ લોકોની મજાક બનાવી રહ્યા છે. તેના અંગે હરભજન સિંહે હવે સ્પષ્ટતા આપી છે.
HARBHAJAN SINGH એ આપી સ્પષ્ટતા
— Harbhajan Turbanator (@harbhajan_singh) July 15, 2024
સમગ્ર બાબત અંગે હરભજન સિંહે પોતે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું હતું કે - હું ફક્ત તે લોકો માટે સ્પષ્ટતા કરવા માંગુ છું જેઓ અહીં ઈંગ્લેન્ડમાં ચેમ્પિયનશિપ જીત્યા બાદ સોશિયલ મીડિયા પર તૌબા તૌબાના અમારા તાજેતરના વીડિયો વિશે ફરિયાદ કરી રહ્યા છે. તેણે આગળ લખ્યું કે અમે કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવા માંગતા ન હતા. અમે દરેક વ્યક્તિ અને સમુદાયનું સન્માન કરીએ છીએ અને આ વિડિયો માત્ર 15 દિવસ સુધી સતત ક્રિકેટ રમ્યા પછી આપણા શરીરની સ્થિતિ વિશે હતો.
અમે કોઈનું અપમાન કે અપમાન કરવાનો પ્રયાસ નથી કરી રહ્યા - HARBHAJAN SINGH
તેમણે આગળ લખ્યું હતું કે -અમે કોઈનું અપમાન કે અપમાન કરવાનો પ્રયાસ નથી કરી રહ્યા. ભલે લોકો એવું વિચારે કે અમે કંઈક ખોટું કર્યું છે. હું મારી બાજુથી એટલું જ કહી શકું છું. દરેક વ્યક્તિ દિલગીર છે. કૃપા કરીને તેને અહીં રોકો અને આગળ વધો. ખુશ અને સ્વસ્થ બનો. બધાને પ્રેમ અને આદર. આ વીડિયોને કરોડો વ્યૂઝ મળ્યા હતા. જોકે, હવે હરભજન સિંહે આ વીડિયોને પોતાના સોશિયલ મીડિયા પરથી હટાવી દીધો છે.
આ પણ વાંચો : ક્રિકેટ સ્ટેડિયમમાં હવે આવી જાહેરાતો પર લાગી શકે છે BAN