WhatsApp માં આવી રહ્યું છે શાનદાર ફીચર, શું તમને ખબર છે ?
આજે મેસેજિંગ અને ચેટિંગ માટે દુનિયાભરના લોકો WhatsAppનો સૌથી વધુ ઉપયોગ કરે છે. ભારતમાં પણ 50 કરોડથી વધુ લોકો વોટ્સએપનો ઉપયોગ કરે છે. હવે જ્યારે કંપની પાસે આટલી મોટી સંખ્યામાં યુઝર્સ છે તો કંપની પણ પોતાના યુઝર્સની સારી કાળજી રાખે છે. આ જ કારણ છે કે કંપની યુઝર એક્સપીરિયન્સને સારો બનાવવા માટે નવા ફીચર્સ લાવતી રહે છે. હવે વોટ્સએપ તેના યુઝર્સ માટે એક એવું શાનદાર ફીચર લાવવા જઈ રહ્યું છે, જેમાં તેઓ Avatar દ્વારા પણ વોટ્સએપ સ્ટેટસનો જવાબ આપી શકશે.
WhatsApp એ તેના યુઝર્સ માટે Avatar નું નવું ફીચર અપડેટ કર્યું છે. જે રીતે યુઝર્સ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર પોતાનો અવતાર બનાવે છે, તે હવે તેઓ WhatsApp પર પણ બનાવી શકશે. આ ફીચરની મદદથી યુઝર્સ પોતાનો અવતાર બનાવી શકે છે અને તેને પોતાના મિત્રો સાથે શેર કરી શકે છે. વોટ્સએપ અપડેટ્સ અને આવનારા ફીચર પર નજર રાખતી વેબસાઈટ WABetaInfo એ આ આવનાર ફીચર વિશે માહિતી આપી છે. રિપોર્ટ અનુસાર, WhatsApp હાલમાં એક એવા ફીચર પર કામ કરી રહ્યું છે જેમાં યુઝર્સને WhatsApp સ્ટેટસનો જવાબ આપવા માટે લખવાની જરૂર નહીં પડે. એટલે કે વોટ્સએપ પર કામ કરવું સરળ થઈ જશે.
સ્ટેટસ પર જવાબ આપવાનો વિકલ્પ ઉપલબ્ધ હશે
WABetaInfo ના રિપોર્ટ અનુસાર, આ ફીચર હાલમાં ટેસ્ટિંગ મોડમાં છે અને તે માત્ર કેટલાક બીટા ટેસ્ટર્સ માટે જ રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફીચર આવ્યા બાદ વોટ્સએપ સ્ટેટસનો જવાબ આપવા માટે વધારે મગજ ખર્ચવાની જરૂર નહીં રહે. અત્યાર સુધી આપણે બધા વોટ્સએપ સ્ટેટસનો જવાબ માત્ર ઈમોજી અને મેસેજથી આપતા હતા, પરંતુ હવે આ સિસ્ટમ સંપૂર્ણપણે બદલાવા જઈ રહી છે. સ્ટેટસમાં જવાબ આપવા માટે ટૂંક સમયમાં અવતારનો વિકલ્પ મળી શકશે.
અહેવાલ મુજબ, યુઝર્સને WhatsApp સ્ટેટસનો જવાબ આપવા માટે લગભગ 8 અવતારનો વિકલ્પ મળશે. આ ફીચરની મદદથી યુઝર્સ પોતાની લાગણીઓને વધુ સારી રીતે વ્યક્ત કરી શકશે. અત્યારે તે વિકાસના તબક્કામાં છે અને ટૂંક સમયમાં તે તમામ યુઝર્સ માટે રિલીઝ કરવામાં આવશે. જો તમે વોટ્સએપના આવનારા ફીચર્સનો સૌથી પહેલા આનંદ માણવા માંગતા હો, તો તમારે બીટા વર્ઝન ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરવું પડશે.
આ પણ વાંચો - WhatsApp માં આવ્યું આ નવું Update, શું તમે જોયું ?
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.