Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પરિણિતાએ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું, 2 મહિનાનો હતો ગર્ભ

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ    સાત માસ પહેલાજ થયા હતા લગ્ન ગોંડલ તાલુકાના સિંધાવદર ગામમાં પરિણિતાએ ગળે ફાંસો ખાધાનો બનાવ સામે આવ્યો છે . પરણીતાને 2 મહિનાનો ગર્ભ હતો. ક્યાં કારણોસર તેણે આ પગલું ભર્યુ તેને લઇને વધુ તપાસ મામલતદાર...
પરિણિતાએ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું  2 મહિનાનો હતો ગર્ભ
Advertisement

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ 

Advertisement

સાત માસ પહેલાજ થયા હતા લગ્ન

Advertisement

ગોંડલ તાલુકાના સિંધાવદર ગામમાં પરિણિતાએ ગળે ફાંસો ખાધાનો બનાવ સામે આવ્યો છે . પરણીતાને 2 મહિનાનો ગર્ભ હતો. ક્યાં કારણોસર તેણે આ પગલું ભર્યુ તેને લઇને વધુ તપાસ મામલતદાર અને પોલીસે હાથ ધરી છે..ગોંડલ તાલુકાના સિંધાવદર ના નવા પ્લોટ વિસ્તારમાં રહેતા જલ્પાબેન વિજયભાઈ ચાવડા (ઉ.વ. 24) નામની પરિણીતાએ પોતાના ઘરે રૂમમાં ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું પરણીત મહિલાના 7 મહિના પહેલા લગ્ન ધામધૂમ પૂર્વક કરવામાં આવ્યા હતા. પરિણીતાને 2 મહિનાનું ગર્ભ હતો પરિણીતા અગમ્ય કારણોસર ગળાફાંસો ખાધો છે.

પરિણિતા 15 દિવસથી પિયર હતી, પતિ ગઇકાલેજ તેડી લાવ્યો હતો

જલ્પાબેન બીમાર હોય જેને લઈ તેને આરામ કરવા માટે 15 દિવસ પીયર મોકલી દીધી હતી. ગઈકાલે તેમના પતિ વિજયભાઈ પિયર થી તેડીને ઘરે આવ્યા હતા 13 જુલાઈએ પરિવારના સભ્યો રાજકોટ હોસ્પિટલ ખાતે સંબંધી ની ખબર કાઢવા ગયા હતા તે દરમ્યાન પરિણીતા ઘરે એકલી હોય ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. મૃતક પરિણીતા ના મૃતદેહને પી.એમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો બનાવ ને લઈને ગોંડલ તાલુકા મામલતદાર એચ.વી ચાવડા તેમજ તાલુકા પોલીસ હોસ્પિટલ ખાતે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

Tags :
Advertisement

.

×