આ છે ભારતના સૌથી ધનિક શહેરો, અમદાવાદનો નંબર છે સાતમો
અત્યાર સુધી તમે અમીરોના દેશ અને અમીરોની સંપત્તિ વિશે સાંભળતા જ આવ્યા છો. પરંતુ તે જાણવું ખૂબ જ રસપ્રદ રહેશે કે સૌથી ધનિક લોકો કયા શહેરોમાં રહે છે. તાજેતરમાં, હારુન દ્વારા બહાર પાડવામાં આવેલ રિચ રેસિડેન્ટ લિસ્ટ ભારતના એવા શહેરો વિશે જણાવે છે જ્યાં સૌથી ધનિક લોકો રહે છે. આ અમીર લોકોના કારણે ભારતના આ શહેરોને ભારતના સૌથી ધનિક શહેરોની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે.
મુંબઈ ટોચ પર છે, દિલ્હી બીજા સ્થાને છે.
ભારતની આર્થિક રાજધાની કહેવાતું મુંબઈ સમૃદ્ધ શહેરોની યાદીમાં ટોચ પર છે. અહીં 328 સમૃદ્ધ પરિવારો રહે છે. આ અમીરોમાં ભારતના સૌથી ધનિક અંબાણી પરિવારનું નામ પણ સામેલ છે. મુંબઈ પછી દિલ્હીનો નંબર આવે છે કારણ કે દિલ્હી માત્ર દિલવાળા લોકો માટે જ નહીં પરંતુ પૈસાવાળા લોકો માટે પણ છે. દિલ્હીમાં 199 સમૃદ્ધ પરિવારો અને સંસ્થાઓ રહે છે. દિલ્હીમાં રહેતા લોકોમાં અબજોપતિ શિવ નાદરના પરિવારનો સમાવેશ થાય છે.
બેંગ્લોર, હૈદરાબાદ અને ચેન્નાઈમાં પણ મોટી સંખ્યામાં અમીરો છે
બેંગ્લોર આ યાદીમાં ત્રીજા સ્થાને છે અને અહીં 100 સમૃદ્ધ પરિવારો અને સંસ્થાઓ છે. તમને જણાવી દઈએ કે ટેક્નોલોજીની દુનિયાના ઘણા નિષ્ણાતો અહીં રહે છે. નવાબોનું શહેર હૈદરાબાદ ચોથા ક્રમે આવે છે અને અહીં 87 સમૃદ્ધ પરિવારો અને સંસ્થાઓ છે. છઠ્ઠા નંબર પર ચેન્નઈ છે, જ્યાં છેલ્લા કેટલાક વર્ષોમાં રાધા વેમ્બુ સૌથી ધનિક વ્યક્તિ તરીકે ઉભરી આવ્યા છે. સાતમા નંબરે ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદ છે. અહીંના સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણી છે અને આ શહેરને સમૃદ્ધ બનાવવામાં ઘણા હીરાના વેપારીઓનો પણ ફાળો છે. કોલકાતાનું નામ આઠમા નંબર પર આવે છે. સ્ટાઇલિશ બની ગયેલા ગુરુગ્રામનું નામ નવમા નંબરે આવે છે.


