Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કાંકરેજના તેરવાડા ગામના ત્રણ બાળકો તળાવમાં ડૂબી જતા નીપજ્યાં મોત

અહેવાલઃ સચિન શેખલિયા, બનાસકાંઠા  દિયોદર તાલુકાના તેરવાડા ગામના ત્રણ જેટલા બાળકો ગામમાં આવેલ તળાવમાં ડૂબી જતા ત્રણેય બાળકોના મોત નિપજ્યા હતા જોકે ગામના ત્રણેય બાળકોના મોત નીપજતા પરિવાર સહિત ગામમાં ગમગીની છવાઈ હતી..બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી મેઘરાજા મહેરબાન થયા...
કાંકરેજના તેરવાડા ગામના ત્રણ બાળકો તળાવમાં ડૂબી જતા નીપજ્યાં મોત
Advertisement

અહેવાલઃ સચિન શેખલિયા, બનાસકાંઠા 

દિયોદર તાલુકાના તેરવાડા ગામના ત્રણ જેટલા બાળકો ગામમાં આવેલ તળાવમાં ડૂબી જતા ત્રણેય બાળકોના મોત નિપજ્યા હતા જોકે ગામના ત્રણેય બાળકોના મોત નીપજતા પરિવાર સહિત ગામમાં ગમગીની છવાઈ હતી..બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી મેઘરાજા મહેરબાન થયા છે જેને લઇ જિલ્લાના અનેક વિસ્તારમાં આવેલ નદી નાળા તળાવમાં પાણી ભરાવા જોવા મળી રહ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં આજે એક દુઃખદ ઘટના સામે આવી છે.

Advertisement

મહત્વની વાત એ છે કે કાંકરેજની ફતેપુરા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા અને તેરવાડા ગામનો વિદ્યાર્થી શાળાએથી છૂટ્યા બાદ વિદ્યાર્થી કુદરતી હાથે જતા તળાવ પાસે પગ લપસી જતા તળાવમાં પડ્યો હતો જો કે તેની સાથે આવેલા બે મિત્રો એ બાળકને બચાવવા જતા તે બંને બાળકો પણ તળાવમાં ડૂબી ગયા હતા.જેને લઇ ત્રણેય બાળકોના ડૂબી જવાથી મોત નિપજ્યા હતા. મહત્વની વાત એ છે કે ધોરણ ત્રણ માં અભ્યાસ કરતા શૈલેષજી ઠાકોર અને કિશન ઠાકોર આ બંને સગા ભાઇઓનું મોત નીપજ્યું હતું તો ગામના જ ધોરણ આઠ માં અભ્યાસ કરતા શૈલેષ પરમાર નામના યુવકનું મોત નિપજતા ગામમાં ગંભીની છવાઈ છે જોકે આ ત્રણેય બાળકોને સ્થાનિક તરવૈયાઓ દ્વારા તેમની મૃતદેહને બહાર નીકાળી પીએમ અર્થે દિયોદરની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.એક જ ગામના ફૂલ જેવા ત્રણ બાળકોના મોત નિપજતા પરિવાર ઉપર આભ ફાટી પડ્યું હતું તો સમગ્ર ગામમાં શોક છવાયો હતો.

Advertisement

Tags :
Advertisement

.

×