ખસતા કચોરી.. સુકી કચોરી એક્દમ અલગ રીત સામગ્રી- પડ માટે ( 10 thi 12 નંગ) સાઇઝ મુજબ 200gm મેંદો 3ચમચી દેશી ઘી મીઠું સ્વાદ પ્રમાણે ચપટી અજમો સ્ટફીગ માટે 💖 સામગ્રી ૨ ચમચી મગ દાળ પીળી ૨ચમચી ચણા દાળ ૧ ચમચી અડદ દાળ ૧ ચમચી આખા ધાણા ૧ ચમચી જીરું ૫ મરી તજ ટુકડો 3 જેટલા લવિંગ 3 થી 4 મેથી દાણા ૨ ચમચી ઓઇલ ૨ ચમચી તલ ૨ ચમચી વરિયાળી ૪ ચમચી ચણા ૪ ચમચી ગાંઠીયા મીઠું સ્વાદ પ્રમાણે ૧ ચમચી ગરમ મસાલો ૧ ચમચી લાલ મરચું અડધી ચમચી હળદર ૩ ચમચી મીઠી ચટણી તળવા માટે તેલ બનાવવાની રીત- સૌ પહેલાં મેંદો ચાળી તેમાં મુઠિ પડતું ઘી નું મોણ નાખી મીઠું ઉમેરી અજમો હથેળી થી મસળી નાખી પાણી થી પરાઠા થી સહેજ કઠણ અને સોફ્ટ લોટ બાંધવો પછી તેલ વારો હાથ કરીને તેને લગાવીને કપડા થી કવર કરીને ૧૫મિનટ રેસ્ટ આપી.ત્યાં સુધી એક પેનમાં ૨ચમચી ઓઇલ મૂકી ગરમ થાય એટલે તેમાં બધી દાળ અને આખા ધાણા, જીરું મરી, તજ, લવિંગ નાખી ધીમી આંચ પર ૭થી૮ મિનિટ શેકીને ગેસ બંધ કરી તેમાં તલ નાખવા. Aa મસાલો સ્ટોર કરીને મૂકી શકાય. મેં રેડી જ રાખી એટલે ફટાફટ બની જાય. હવે આપણે તેને મિક્સર મા વાટી લો પછી વરિયાળી નાખી ફેરવી વાટી લો. હવે આપણે ચણા અને ગાંઠીયા મિક્સર મા વાટી પાવડર બનાવી પછી એક બાઉલ મા બધો વાટી તૈયાર કરેલો મસાલો અને પાવડર નાંખી મીઠું, ગરમ મસાલો, લાલમરચું, હળદર, મીઠી ચટણી અને જરૂર મુજબ ઓઇલ ૧ ચમચી નાખી ગોળા વાળી મૂકો. હવે પડ માટે પુરી વળી તેના પર ગોળા બનાવી મૂકો અને પછી તેને બંધ કરી હાથ થી દબાવી ફરીથી વણી લો અથવા ગોળ shape રાખો. હવે તેને એક પેનમાં ઓઇલ મૂકી ધીમી આંચ પર 5 મિનિટ સુધી તળવા ક્રિસપી થાય એટલે નીકાળી લો. પછી સ્ટોર કરી લો. તેના પાર મનપસંદ કાંદા, રગડો, ટોમેટો, મીઠી ચટણી, તીખી ચટણી, દહીં અને સેવ નાખી સર્વ કરી કરો