ભોજન બાદ મુખવાસનું સેવન કરવું જોઈએ. અને ઘણાં લોકોને ભોજન કર્યા બાદ તરત જ મુખવાસ ખાવાની તો આદત જ હોય છે. મુખવાસ ખાધાની સાથે જ એક તાજગીનો અનુભવ થઈ જતો હોય છે. ઘણાં લોકોને ભોજન બાદ પાન ખાવાની પણ આદત હોય છે. તો રોજ બહાર પાન ખાવા બહાર જવા કરતાં આ જ પાનના સ્વાદની લિજ્જત ઘરે માણી શકાય તો? જલસો જ પડી જાય નહીં...! તો ચાલો ફટાફટથી નોંધી લો આ નાગરવેલના પાનના મુખવાસને ઘરે બનાવવાની રીત....નાગરવેલના પાનનો મુખવાસ બનાવવા માટે સામગ્રી:20-25 નાગરવેલના પાન50 ગ્રામ વરીયાળી50 ગ્રામ ધાણાદાળ50 ગ્રામ ટુટી ફુટી50 ગ્રામ સલી સોપારી100 ગ્રામ ગુલકંદ1/2 ચમચી કાથો3 ચમચી દળેલી ખાંડ 50 ગ્રામ ચણોઠીના પાન2 ચમચી ગુલાબ જળપા ચમચી ખાવાનો ચૂનો 50 ગ્રામ મીઠી વરીયાળી7-8 નંગ ચેરી બનાવવા માટેની રીત:નાગરવેલના પાનને ધોઈને સરખી રીતે કોરા કરી લો. પછી આ પાનને ઝીણા ઝીણા સુધારીને બે-ત્રણ કલાક સુધી સુકવી લો.હવે એક વાસણમાં નાગરવેલના પાન, ટુટી-ફુટી, વરિયાળી, દળેલી ખાંડ, ધાણાદાળ, સલી સોપારી અને મીઠી વરીયાળી લઇને મિક્સ કરી લો.ત્યારબાદ આ મિશ્રણમાં ગુલકંદ, કાથો, ખાવાનો ચુનો, ચણોઠીના પાન અને ગુલાબજળ આ બઘું જ મિક્સ કરી લો.હવે આ મિશ્રણમાં સમારેલા નાગરવેલના પાન ઉમેરી મિકસ કરી લો.ઉપર ચેરી અને મીઠી વરિયાળી ઉમેરી લો. (ગુલાબજળ ઓપ્શનલ છે)તો તૈયાર છે સરસ મજાનો સ્વાદિષ્ટ નાગરવેલના પાનનો મુખવાસ.. જેની ભોજન બાદ મજા લઈ શકો છો..