સીતાફળ રબડીની રબડી બનાવવા માટેની સામગ્રી:2 લિટર ફુલ ફેટ વાળું દૂધ 1 બાઉલ સીતાફળ પલ્પખાંડ સ્વાદ અનુસાર1/2 ચમચી ઈલાયચી પાવડરગાર્નિશિંગ માટેકાજુ-બદામની કતરણબનાવવા માટેની રીત:સૌપ્રથમ દૂધ ને ધીમી આંચ પર ગરમ કરવા મૂકી દો. સીતાફળ ને ધોઈને તેના બી અલગ કરી પલ્પ ત્યાર કરી લો.દૂધને ત્યાં સુધી ઉકળવા દો જ્યાં સુધી તે ઉકળીને 50% ન થઈ જાય. ત્યારબાદ તેમાં ખાંડ અને સીતાફળનો પલ્પ ઉમેરી 5-7 મિનિટ ગેસ પર ઉકળવા દો. હવે તેમાં ઈલાયચી પાવડર ઉમેરી બરાબર મિક્સ કરી લો.પછી 3-4 કલાક સુધી ફ્રીજમાં ઠંડુ કરવા મૂકો. ત્યારબાદ કાજુ બદામથી ગાર્નિશ કરીને સર્વ કરો. તો ત્યાર છે સીતાફળ રબડી..