સામગ્રી:૧ કપ ચણાની દાળ૧/૨ કપ અડદની દાળ૧/૨ કપ બટેકા પૌઆલોચો મસાલા૧ ચમચી જીરૂ પાવડર૧ ચમચી લાલ મરચું પાવડર૧ ચમચી સંચળ પાવડરબેટર માટેની સામગ્રી૧/૪ કપ આદુ મરચાં પેસ્ટ૧ ચમચી લાલ મરચું૧ ચમચી હળદર૨ ચમચી તેલ૧ ચમચી ઇનો ફુ્ટ સોલટમીઠું સ્વાદાનુસારગાર્નિશ માટે સામગ્રી૧ કપ તીખી સેવ૧ કપ કોથમીર સમારેલી૧/૪ કપ ગ્રીન ચટણી૧/૪ કપ તૈયાર કરેલ લોચો મસાલાલોચો કરવા માટે ઢોકળા નુ સ્ટીમરબનાવવા માટેની રીત:સૌ પ્રથમ ચણાની દાળ, પૌઆ, અડદની દાળને રાત્રે સુતા પહેલા પલાળી રાખો. - ત્યારબાદ તેને મિક્સરમાં ક્રશ કરી લો. પછી તેમાં ઉપર જણાવેલ બેટર માટેની સામગ્રી મિક્સ કરી લો.- હવે ગેસ પર સ્ટીમર મુકી ધીમા તાપે ગરમ કરવા મૂકો. પછી એક ટીનને તેલથી ગી્સ કરી લઈ તેમાં લોચાનું બેટર પાથરો. - હવે તેને આ રીતે ૧૮/૨૦ મિનિટ સુધી ધીમા તાપે સ્ટીમ થવા દો. - ૨૦ મિનિટ બાબ તમે જોઈ શકશો કે આ રીતે લોચો થઈ ગયો છે. તો હવે આ ગરમા ગરમ લોચો સર્વિગ કરવા માટે તૈયાર છે.- લોચાને પીરસવા માટે તેના કાપા નથી પાડવાના, તેને ચમચા વડે સર્વ કરો. તેની ઉપર ચટણી, સેવ અને મસાલો ઉમેરી ગરમા ગરમ તેની મજા માણો.- તો તૈયાર છે સુરતનો ફેમસ સુરતી લોચો...તેના સાથે ચટણી, સેવ કોથમીર નાખીને સર્વ થાય છે