બફવડા બનાવવા માટેની સામગ્રી:૫૦૦ બટેટા૧-૧/૨ કપ આરા લોટકોથમીર સમારેલી૩/૪ લીલા મરચા૧ કટકો આદું૧ ચમચી જીરૂ પાઉડર૧ ચમચી ચાટ મસાલામીઠું સ્વાદાનુસાર૧ ચમચી ખાંડશીંગદાણા નો ભુક્કો ૨ ચમચીતેલ તળવા માટેબફવડા બનાવવા માટેની રીત:સૌ પ્રથમ આપણે બટેટાને ધોઈ લો ત્યારબાદ તેને કુકરમાં ૪ સીટી વગાડી બાફી લો.કૂકર ખૂલે એટલે તેને ઠંડુ કરી બટાકાને મૅશ કરી લો.પછી તેમાં બધા મસાલા કરી લો. આરા લોટ, જીરૂ પાઉડર, ચાટ મસાલા, આમચૂર પાઉડર, ખાંડ, આદું, મરચાં, ક્રશ કરેલા શીંગદાણા, મીઠું, આમચૂર પાઉડર અને કોથમીર ઉમેરી સરખી રીતે મિક્સ કરી લો. (બફવડાના માવામાં લીંબુનો રસ નાખશો તો માવો ચીકણો થઇ જશે)પછી તેમાંથી સરખી સાઈઝના ગોળા વાળી લો.ત્યારબાદ તળવા માટે તેલ ગરમ કરી તેમાં બધા જ બફવડા ઉમેરી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.તો તૈયાર છે સરસ મજાના ઉપવાસમાં પણ ખાઈ શકાય તેવા ટેસ્ટી બફવડા..