Chandipura Virus: ગુજરાતમાં ચાંદિપુરા વાઈરસનો આતંક: હિંમતનગરમાં 6 વર્ષના માસૂમ બાળકનું મોત
Chandipura Virus: રાજસ્થાનથી હિંમતનગર સિવિલમાં સારવાર માટે આવેલા 6 વર્ષના બાળકનું ચાંદિપુરા વાઈરસના શંકાસ્પદ લક્ષણોથી મોત થયું છે. હોસ્પિટલમાં અત્યાર સુધી નોંધાયેલા 5 કેસમાંથી 1 નું મોત થયું છે, 2 ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે અને 2 ની રાહ જોવાઈ રહી છે. આ ઘટનાથી આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે.
Advertisement
Chandipura Virus: ગુજરાત (Gujarat) ના સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર (Himatnagar) માં ચાંદિપુરા વાઈરસ (Chandipura Virus) નો ગંભીર મામલો સામે આવ્યો છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલ (Himmatnagar Civil Hospital) માં સારવાર લઈ રહેલા એક 6 વર્ષના માસૂમ બાળકનું મોત નીપજતાં સમગ્ર પંથકમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ બાળદર્દી ચાર દિવસ અગાઉ પડોશી રાજ્ય રાજસ્થાન (Rajasthan) થી ખાસ સારવાર માટે અહીં આવ્યો હતો. બાળકના અકાળે મોતને પગલે સ્થાનિક આરોગ્ય વિભાગ તાત્કાલિક દોડતું થયું છે અને વાઈરસના સંક્રમણને રોકવા માટે જરૂરી પગલાં ભરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

