Child Trafficking : સાબરકાંઠાના હિંમતનગર પાસેથી એક મોટી બાળ તસ્કરી કરતી ટોળકી ઝડપાઈ છે. હિંમતનગરના પોશીના વિસ્તારની એક નવજાત બાળકીને મુંબઈ વેચવા માટે લઈ જવામાં આવી રહી હતી, ત્યારે પોલીસ અને એએચટીયુની ટીમે સફળ દરોડો પાડીને આ ગુનાનો ભેદ ઉકેલ્યો છે.

માનવ તસ્કરી રેકેટ ઝડપાયું
ઉલ્લેખનીય છે કે સાબરકાંઠા પોલીસ અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને હિંમતનગર પાસેથી બાળ તસ્કરીનું રેકેટનો પર્દાફાશ કર્યો છે. ગણેર વિસ્તારની એક પ્રસુતા મહિલાની નવજાત બાળકીનો રૂપિયા 1.40 લાખમાં સોદો કરવામાં આવ્યો હતો. આ બાળકીને કારમાં બેસાડીને મુંબઈ તરફ વેચવા માટે લઈ જઈ રહેલા મુખ્ય કૌભાંડીઓ પોલીસના હાથે ઝડપાઈ ગયા છે.
4 આરોપીની ધરપકડ
આ ગંભીર મામલે પોલીસે પોશીના, રાજસ્થાન અને બનાસકાંઠાના ચાર મુખ્ય આરોપીઓની ઘટનાસ્થળેથી જ ધરપકડ કરી છે. માત્ર થોડાક કમિશનની લાલચમાં ત્રણ શખ્સો આ ગેરકાયદેસર માનવ તસ્કરીના નેટવર્કમાં જોડાયા હતા. હિંમતનગર રુરલ પોલીસ સ્ટેશન દ્વારા કુલ 7 આરોપીઓ સામે સખત ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો : Rajkot Janmashtami Mela : મેળાના સંચાલકોની તડામાર તૈયારી શરુ ! હજુ એક પણ રાઈડને નથી મળી મંજૂરી