Guru Purnima 2026: ખેડબ્રહ્મા નાના અંબાજીથી લઈને બગદાણા સુધી, સમગ્ર ગુજરાતમાં ભક્તિનો મહાસાગર છલકાયો
Guru Purnima 2026: સમગ્ર ભારત (India) દેશ અને ખાસ કરીને ગુજરાત (Gujarat) રાજ્યમાં પવિત્ર ગુરુ પૂર્ણિમા (Guru Purnima) પર્વની અત્યંત શ્રદ્ધા, ઉત્સાહ અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. સનાતન ધર્મમાં ગુરુનું સ્થાન ઈશ્વર કરતાં પણ શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. અંધકારમાંથી પ્રકાશ તરફ અને અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ દોરી જનાર ગુરુજનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો આ અનોખો મહાપર્વ છે.
વહેલી સવારથી જ રાજ્યના તમામ નાના-મોટા ધાર્મિક સ્થાનો, આશ્રમો અને મંદિરોમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી રહી છે. ભક્તો પોતાના ઈષ્ટદેવ અને આધ્યાત્મિક ગુરુઓના ચરણોમાં સીસ નમાવીને આશીર્વાદ મેળવી રહ્યા છે. આ પવિત્ર દિવસે રાજ્યના વિવિધ પ્રખ્યાત યાત્રાધામો જેવા કે શામળાજી (Shamlaji), બગદાણા (Bagdana), અમદાવાદ (Ahmedabad) જગન્નાથ મંદિર (Jagannath Temple), અને ખેડબ્રહ્મા (Khedbrahma) અંબિકા મંદિર (Ambika Temple) માં ભક્તિનો અદ્ભુત મહાસાગર છલકાયો છે.
યાત્રાધામ શામળાજીમાં ભગવાન શામળિયાનો દિવ્ય હીરા-સોનાનો શણગાર
અરવલ્લી (Aravalli) જિલ્લામાં સ્થિત વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી (Shamlaji) ખાતે ગુરુ પૂર્ણિમા (Guru Purnima) નિમિત્તે અદ્ભુત ધાર્મિક વાતાવરણ સર્જાયું છે. ભગવાન શામળિયાને જગતના ગુરુ (Jagat Guru) તરીકે પૂજવામાં આવે છે. આ ખાસ દિવસે ભગવાન શામળિયાના દર્શન કરવા માટે વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. મંદિર પરિસરમાં ભક્તોની લાંબી લાંબી લાઈનો જોવા મળી રહી છે અને 'જય શામળિયા' ના નાદથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું છે.
ગુરુ પૂર્ણિમાના આ પવિત્ર દિવસે ભગવાન શામળિયાને વિશેષ અને ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે. ખાસ નિષ્ણાત કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવેલા મનમોહક વાધા પરિધાન કરાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, ભગવાનને હીરા જડિત મુગટ તેમજ સોનાના કિંમતી આભૂષણો ધારણ કરાવાયા છે. ભગવાનનું આ દિવ્ય રૂપ જોઈને દર્શનાર્થીઓ ભાવવિભોર બની ગયા હતા અને ધન્યતાની અનુભૂતિ કરી રહ્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ ટેલ શામળાજી અને લુસડીયાની મુલાકાતે
ગુરુ પૂર્ણિમાના આ વિશેષ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) પણ અરવલ્લી જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ (CM Bhupendra Patel) યાત્રાધામ શામળાજી પહોંચી ભગવાન શામળિયાના ચરણોમાં શિશ નમાવશે અને રાજ્યના નાગરિકોની સુખ-સમૃદ્ધિ તથા શાંતિ માટે પ્રાર્થના કરશે.
શામળાજી ખાતે દર્શન કર્યા બાદ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ લુસડીયા (Lusadiya) ખાતે આવેલા પ્રખ્યાત સંત સુરમલદાસજી (Sant Surmaldasji) ની સમાધિ સ્થળની પણ મુલાકાત લેશે. લુસડીયા ખાતે સંત સુરમલદાસજીની સમાધિના દર્શન કરી પૂજન-અર્ચન કરશે. મુખ્યમંત્રીના આ પ્રવાસને પગલે સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર દ્વારા સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે.
સાબરકાંઠાના ખેડબ્રહ્મા બિકા મંદિરે દર્શનાર્થીઓનો જમાવડો
સાબરકાંઠા લ્લાના પ્રખ્યાત ધાર્મિક સ્થળ ખેડબ્રહ્મા (Khedbrahma) ખાતે આવેલા અંબિકા માતાજી મંદિરે (Ambika Mataji Temple) પણ ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી થઈ રહી છે. 'નાના અંબાજી' (Chhota Ambaji) તરીકે સમગ્ર ગુજરાતમાં પ્રસિદ્ધ એવા ખેડબ્રહ્મા અંબિકા મંદિરે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી રહી છે.
પવિત્ર પૂર્ણિમાના તિથિ નિમિત્તે મા અંબાને વિશેષ શણગાર અને અલૌકિક આભૂષણોથી સજાવવામાં આવ્યા છે. નાના અંબાજીમાં મા અંબાના દિવ્ય સ્વરૂપના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. મા અંબાના ધામમાં પણ ગુરુભાવે પૂજન કરી ભક્તોએ પોતાના પરિવારની મનોકામના પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરી હતી.
અમદાવાદના જગન્નાથ મંદિરે જગતગુરુના આશીર્વાદ
રાજ્યના પાટનગર સમી આર્થિક રાજધાની અમદાવાદના જમાલપુર (Jamalpur) ખાતે આવેલા વિશ્વપ્રસિદ્ધ જગન્નાથજી મંદિર (Jagannath Temple) માં પણ ગુરુ પૂર્ણિમાની ઉજવણીનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. અમદાવાદના જગન્નાથ મંદિરમાં વહેલી સવારથી જ ભક્તો ભગવાન જગન્નાથજી તેમજ મંદિરના મહંત અને જગતગુરુ દિલીપદાસજી મહારાજના આશીર્વાદ મેળવવા માટે મોટી સંખ્યામાં એકઠા થયા હતા.
આ પ્રસંગે જગતગુરુ દિલીપદાસજી મહારાજે (Dilipdasji Maharaj) શ્રદ્ધાળુઓને આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે, "અંધકારમાંથી પ્રકાશ તરફ અને અજ્ઞાનતામાંથી જ્ઞાન તરફ લઈ જાય તે જ સાચા ગુરુ છે." તેમણે ખાસ કરીને આજની યુવા પેઢીને સંબોધતા કહ્યું કે, વર્તમાન સમયમાં યુવાનો માટે ગુરુજનો અને વડીલોના આશીર્વાદ મેળવવા અત્યંત જરૂરી છે. ગુરુના બતાવેલા સત્ય અને નીતિના માર્ગે ચાલીને જ યુવાનો પોતાના જીવનમાં સાચી સફળતા અને શાંતિ મેળવી શકે છે.
Ahmedabad Jagannath Temple Mahant Dilipdasji Maharaj Blesses Devotees Guru Purnima 2026
Ahmedabad | Guru Purnima નિમિત્તે Jagannathji Temple ના Dilipadasji Maharaj એ આપ્યા આશીર્વાદ | Gujarat First
દેશભરમાં ઉત્સાહપૂર્વક ઉજવાઈ રહી છે ગુરુપૂર્ણિમા
વહેલી સવારથી મંદિરોમાં ભક્તોની… pic.twitter.com/B4T1BgmtsH— Gujarat First (@GujaratFirst) July 29, 2026
ભાવનગરના બગદાણામાં બાપા સીતારામના નાદ ગુંજી ઉઠ્યા
ગુરુ પૂર્ણિમાની સૌથી ભવ્ય અને વિશાળ ઉજવણી ભાવનગર જિલ્લાના બગદાણા સ્થિત ગુરુ આશ્રમ ખાતે જોવા મળી રહી છે. પરમ પૂજ્ય બજરંગદાસ બાપાના આ પવિત્ર આશ્રમમાં ભક્તોનું અવિરત ઘોડાપૂર ઉમટી પડ્યું છે. સમગ્ર બગદાણા પંથક 'જય બાપા સીતારામ'ના જયઘોષથી ગુંજી ઉઠ્યો છે.
વહેલી સવારથી જ ગુરુ આશ્રમ બગદાણા તે પૂજન અને દર્શન માટે ભક્તોની 2 થી 3 લોમીટર લાંબી લાઈનો લાગી છે. ગુરુ આશ્રમમાં ગુરુ પૂજન, ધ્વજા રોહણ, અને મહા પ્રસાદ હિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. બાપા સીતારામના ચરણોમાં શીશ નમાવીને શ્રદ્ધાળુઓ કૃતાર્થતા અનુભવી રહ્યા છે.
બગદાણામાં 7,000 સ્વયંસેવકો અને ભવ્ય પ્રસાદનું આયોજન
બગદાણા આશ્રમ ખાતે આવતા લાખો ભક્તોને કોઈ તકલીફ ન પડે તે માટે આશ્રમ ટ્રસ્ટ દ્વારા અભૂતપૂર્વ વ્યવસ્થા કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં સેવા આપવા માટે 7,000 કરતા પણ વધુ ઉત્સાહી સ્વયંસેવકોની ટીમ દિવસ-રાત ખડેપગે સેવા આપી રહી છે. પાર્કિંગ, ટ્રાફિક નિયંત્રણ, લાઇન વ્યવસ્થા અને ભોજન શાળામાં સ્વયંસેવકો સુચારૂ સંચાલન કરી રહ્યા છે. ક્તો માટે ભવ્ય મહાપ્રસાદનું આયોજન કરાયું છે. જેમાં 5,000 કિલોગ્રામ શુદ્ધ ઘીના લાડુ, 7,000 કિલોગ્રામ તીખા-મોળા ગાંઠિયા, 10,000 કિલોગ્રામ શાકભાજીનો ભોજન પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો છે.
બગદાણામાં 3,000 લિટર ચાની પ્રસાદીનું વિશેષ મહત્વ
બગદાણા ગુરુ આશ્રમની એક અનોખી અને ખાસ પરંપરા ચાની પ્રસાદીની છે. પૂજ્ય બજરંગદાસ બાપાને ચા અત્યંત પ્રિય હોવાથી, આશ્રમમાં આવતા દરેક ભક્તને ચાની પ્રસાદી ખાસ આપવામાં આવે છે. આ વર્ષે પણ ગુરુ પૂર્ણિમાના દિવસે ભક્તો માટે અવિરત ચાની સેવા ચાલુ રાખવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, આજે દિવસ દરમિયાન 3,000 લિટર કરતા પણ વધુ ચાની પ્રસાદી ભક્તોને વિતરિત કરવામાં આવી છે. ચા બનાવવા અને વિતરણ કરવા માટે 40 જેટલા વિવિધ સેવાકીય મંડળો અને સ્વયંસેવકો અવિરતપણે રાત-દિવસ પોતાની સેવા આપી રહ્યા છે. આશ્રમમાં આવતો કોઈ પણ શ્રદ્ધાળુ ચા-પાણી કે ભોજન પ્રસાદ લીધા વગર પાછો ન જાય તેની ખાસ કાળજી રાખવામાં આવે છે.
ગુરુ પરંપરા અને વર્તમાન સમાજમાં તેનું મહત્વ
ભારતીય સંસ્કૃતિમાં ગુરુ-શિષ્ય પરંપરાનુ સ્થાન અદ્વિતીય છે. ગુરુ માત્ર શાસ્ત્રોનું જ્ઞાન જ નથી આપતા, પરંતુ શિષ્યના જીવનને યોગ્ય દિશા આપીને તેને સમાજ માટે ઉપયોગી નાગરિક બનાવે છે. ગુરુ પૂર્ણિમાનો આ દિવસ આપણને આપણા સંસ્કારો, નૈતિક મૂલ્યો અને સંસ્કૃતિ સાથે જોડી રાખવાનું કાર્ય કરે છે.

