Rivaba Jadeja Video: "નહીં ભણે તો સાથે લઈ જઈશ!" સાબરકાંઠા પ્રવેશોત્સવમાં મંત્રી રિવાબાની અનોખી પહેલ
Rivaba Jadeja Video: સાબરકાંઠાની દેમતી મેરા પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ દરમિયાન અભ્યાસ છોડતી આદિવાસી દીકરીને રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ પાસે બેસી પ્રેમથી શિક્ષણનું મહત્વ સમજાવ્યું હતું. 'નહીં ભણે તો સાથે લઈ જઈશ' તેવી ખાતરી આપતો મંત્રીશ્રીનો આ માતૃત્વસભર વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને લોકો તેમની કામગીરીની ભારે પ્રશંસા કરી રહ્યા છે.
Advertisement
Rivaba Jadeja Video: સાબરકાંઠા (Sabarkantha) જિલ્લામાં રાજ્ય સરકારના સ્નેહમય અભિયાન ‘શાળા પ્રવેશોત્સવ’ (Shala Praveshotsav) દરમિયાન એક અત્યંત પ્રેરણાદાયી અને હૃદયસ્પર્શી ઘટના સામે આવી છે. જિલ્લાની દેમતી મેરા પ્રાથમિક શાળા (Demti Mera Primary School) માં આયોજિત કાર્યક્રમ દરમિયાન એક સંવેદનશીલ કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. આ શાળામાં એક આદિવાસી દીકરી (Tribal Girl) આર્થિક કે સામાજિક કારણોસર પોતાનો અભ્યાસ અધવચ્ચે જ છોડી રહી હોવાનું વહીવટી તંત્ર અને મંત્રીશ્રીના ધ્યાને આવ્યું હતું.

