Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Sabarkantha Rain: મેઘરાજાની તોફાની બેટિંગ, હિંમતનગરમાં માત્ર 1 કલાકમાં 2 ઇંચ વરસાદથી જળબંબાકાર

Sabarkantha Rain: સાબરકાંઠાના હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં એક કલાકમાં બે ઈંચ વરસાદ ખાબકતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. હિંમતનગરના ખેડ તસીયા રોડ અને બેરણા રોડ જેવા પોશ વિસ્તારોમાં ભૂવા પડતાં વાહનો ફસાયા છે. જ્યારે હાથમતી પુલ, ટાવરચોક અને સેવા સદન વિસ્તારમાં પાણી ભરાતાં વાહનચાલકો અને નાગરિકો મુશ્કેલીમાં મુકાયા છે.
sabarkantha rain  મેઘરાજાની તોફાની બેટિંગ  હિંમતનગરમાં માત્ર 1 કલાકમાં 2 ઇંચ વરસાદથી જળબંબાકાર
Advertisement

Sabarkantha Rain: સાબરકાંઠા (Sabarkantha) જિલ્લામાં હવામાન વિભાગની આગાહી વચ્ચે મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર (Himatnagar), તલોદ (Talod) અને પ્રાંતિજ (Prantij) પંથકમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ (Heavy Rain) ખાબક્યો છે. માત્ર 1 કલાકના ટૂંકા સમયગાળામાં બે-બે ઇંચ જેટલો વરસાદ વરસી જતાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અચાનક આવેલા આ ભારે વરસાદના કારણે અનેક નીચાણવાળા રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે.

Tags :
Advertisement

.

×